પ્રેમપ્રકરણમાં યુવાનની માતાને મરવા મજબુર કરવાના ગુનામાં પાંચ આરોપીની જામીન અરજી રદ
રાજકોટમાં આંતરજ્ઞાતીય યુવક યુવતીના પ્રેમ પ્રકરણમાં કોર્ટ મેરેજ બાબતે યુવાનના પરિવારજનોને જુદી જુદી જગ્યાએ લઈ જઈ મારકુટ, ગાળાગાળી, ધમકીથી યુવાનની માતાને બાલ્કનીમાંથી કૂદીને આપઘાતની ફરજ પાડવાના ગુન્હામાં કુલ આઠ આરોપી પૈકીના પાંચ આરોપીઓએ કરેલી જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.
આ અંગેની હકીકત મુજબ, ગૌતમભાઈ કીશોરભાઈ જાની (રહે. આદિત્ય હાઈટ્સ, સાધુવાસવાણી રોડ, રાજકોટ)ના ભાઈ મિલનના પ્રેમ પ્રકરણ બાબતે મનીષ જલાભાઈ સભાડ, ગોપાલભાઈ સભાડ, વિજયભાઈ સભાડ, જલાભાઈ સભાડ, મેહુલભાઈ સભાડ, કવાભાઈ સભાડ, વિમલભાઈ સભાડ, સાગરભાઈ સભાડ વગેરેએ ઘરે આવી મિલન અને પાયલ ક્યાં છે? એ બાબતે બોલાચાલી અને ડખો કરી ઝઘડો કરી પોતાના માતા ઉષાબેન અને પરિવારજનોને કિડનેપ કરી ઢીકાપાટૂનો માર, બેફામ ગાળાગાળી કરી, ધમકી આપવા ઉપરાંત બાદમાં કટારીયા ચોકડી, ઇન્દિરા સર્કલ, ગોંડલ રોડ ચોકડી, જુનાગઢ સગાના ઘરે વગેરે સ્થળોએ લઈ જઈ પરિવારજનો ઉપર ઢીકાપાટુનો માર સહિતનો જોર જુલમ અને ધમકી આપવાને કારણે શારીરિક માનસિક ત્રાસથી કંટાળી માતા ઉષાબેને ફ્લેટની બાલ્કનીમાંથી પડતું મૂકી દેતા ગંભીર ઇજા સાથે તા. 14/ 01/ 2025ના મૃત્યુ પામેલ હતા.
આથી ગૌતમ જાનીએ ઉપરોકત જણાવેલ આરોપીઓ વિરૂૂધ્ધ ગાંધીગ્રામ-2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ફરીયાદ ફરીયાદીએ નોંધાવતા ગાંધીગ્રામ-2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસ અધીકારી દ્વારા કુલ 8 આરોપીઓની ગુન્હાના કામે ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓ પૈકી કૈલાશ ઉર્ફે કવો દાનાભાઈ સભાડની જામીન અરજી ગત ફેબ્રુઆરી માસમાં રદ થઈ હતી. દરમિયાન ચાર્જશીટ મુકાઈ ગયા બાદ આરોપીઓ વિમલ સભાડ, ગોકુલ સભાડ, સાગર સભાડ, મેહુલ સભાડ અને વિજય સભાડે જેલમાંથી જામીન ઉપર છૂટવા તેના વકીલ મારફત રેગ્યુલર જામીન અરજી કરી હતી. જે અરજીમાં ફરિયાદ પક્ષના વકીલે હાજર થઈ પાંચેય જામીનઅરજી નામંજુર કરવા મૌખિક લેખિત દલીલો કરી હતી.
જેમાં એક આરોપીની પુત્રીએ ફરિયાદીના ભાઈ સાથે લગ્ન કરેલ હોય તેનો બદલો લેવા ફરિયાદી તથા તેના માતાને ફરિયાદી વગેરેને કિડનેપ કરી અસહય માર તથા અસહય ત્રાસના કારણે ફરિયાદીના માતાએ ગેલેરીમાંથી કુદકો મારી આપઘાત કરેલ હોય અને આરોપીઓ સમાજ માટે ખતરા સમાન હોય અને તપાસ ચાલુ હોય આરોપીને જામીન પર મુકત ન કરવા અરજ કરી હતી. અદાલતે તમામ પક્ષકારોને વિગતવાર સાંભળ્યા બાદ આરોપી સામે પ્રાઈમાફેસી પુરાવો હોય જેથી પાંચેય આરોપીની જામીન અરજી નામંજુર કરી છે.
આ કેસમાં મુળ ફરીયાદી વતી પિયુષભાઈ શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, કશ્યપ ઠાકર, રવિ મુલીયા, ચિત્રાંક વ્યાસ, રાજુ ગોસ્વામી, ભાવીન રૂૂઘાણી, સાગર વાટલીયા, સચિન ગોસ્વામી, કપિલ મૂળિયા, નેહાબેન વ્યાસ, બીનાબેન પટેલ, ઉર્વીશા યાદવ,રીનાબેન સરના અને સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ દિલીપ મહેતા રોકાયા હતા.