For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેપારીનું અપહરણ કરી 32 લાખની લૂંટ ચલાવનાર ટ્રાફિક વોર્ડન સહિત 4 આરોપીની જામીન અરજી રદ

04:36 PM Nov 05, 2025 IST | admin
વેપારીનું અપહરણ કરી 32 લાખની લૂંટ ચલાવનાર ટ્રાફિક વોર્ડન સહિત 4 આરોપીની જામીન અરજી રદ

રાજકોટના રેસકોર્સમાં રૂૂ.32 લાખની રોકડ લેવા આવેલા વેપારીનું ટ્રાફિક વોર્ડન સહિતના શખ્સોએ અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઇ જઈ રૂૂ.32 લાખની લુંટ ચલાવ્યાના કેસમાં જેલ હવાલે રહેલા ચાર આરોપીએ જામીન મુક્ત થવા કરેલી રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. આ કેસની હકીકત મુજબ રાજકોટના 150 ફૂટ રીંગ પાસે શીતલ પાર્ક રોડ શહીદ સુખદેવ ટાઉન શીપ બી-1/701 માં રહેતા કમીશન એજન્ટ સમીરભાઈ રશ્મીકાંતભાઈ પંડ્યાએ એકતા એન્ટ્રપ્રાઈઝના માલિક શૈલેશભાઈ મનસુખભાઈ દલસાણીયાને કોટન ગાંસડી ખરીદવા માટે રૂૂ.32 લાખ આપ્યા હતા.

Advertisement

જે ભાવમા કપાસની ગાસડી ન મળતા શૈલેશભાઈએ તેના માણસ વિક્રમને રૂૂ.32 લાખ પરત આપવા બપોરના અરસામાં રેસકોર્ષ લવ ગાર્ડન પાસે મોકલ્યો હતી. સમીરભાઈ પણ રૂૂપિયા લેવા પોતાનું સ્કૂટર લઈ રેસકોર્ષ લવ ગાર્ડન ખાતે પહોંચ્યા હતા. સમીરભાઈને રૂૂપિયા ભરેલો થેલો વિક્રમે આપ્યો હતો. તે દરમિયાન બે સ્કુટરમાં ચાર શખ્સો ધસી આવ્યા હતા. અને પોલીસની ઓળખ આપી સ્કુટરમાં અલગ અલગ સ્થળે લઈ જઈ ગાળો ભાંડી થપ્પડ મારીને રૂૂપીયા ભરેલો થેલો લુંટી લીધો હતો. પોલીસ તરીકેની ઓળખ આપનાર શાહબાઝ મોટાણી સમીરભાઈને પ્ર.નગર પોલીસ મથક લઈ આવતા ભાંડો ફૂટ્યો હતો.

જે અંગે પ્રનગર પોલીસે ગુનો દાખલ કરી શાહબાજ ઈસ્માઈલભાઈ મોટાણી, અતીક દોસ્ત મહમદભાઈ સુમરા, મહેશ ખોડાભાઈ વાઘેલા, દાનીશ ઈબ્રાહીમભાઈ, નીશાંત અશોકભાઇ બોરસદીયા અને અમીત ઉર્ફે કાનો સુરેશભાઈ ઉનડકટની ધરપકડ કરી હતી અને શાહબાઝના ઘરેથી જ રૂૂપિયા ભરેલો થેલો પણ જપ્ત કરવામાં આવતા તેમાંથી 22 લાખ રૂૂપિયાની જ રોકડ રકમ હતી. જેલ હવાલે રહેલા આરોપી અતીક મહમદભાઈ સુમરા, મહેશ ખોડાભાઈ વાઘેલા, દાનીશ ઈબ્રાહીમભાઈ અને શાહબાજ ઈસ્માઈલભાઈ મોટાણીએ જામીન મુક્ત થવા સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે રૂૂ.32 લાખની લૂંટને અંજામ આપવાના ગુનામાં સંડોવાયેલા ચારેય આરોપીની જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement