ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રૈયા રોડ ઉપર કાર સાઈડમાં લેવા બાબતે એડવોકેટ ઉપર હુમલાનો પ્રયાસ : પોલીસે ફરિયાદ ન લીધી

04:42 PM Feb 08, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

પીઆઈની સૂચના છતાં કારચાલક સામે ગુનો નહીં નોંધાતા પોલીસ કમિશનરને રજૂઆત

Advertisement

શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે અને પોલીસનો ભય રાખ્યા વગર ગુનાઓ આચરી રહ્યા છે. તાજેતરમાં પ્રનગર પોલીસ ઉપર હુમલાની ઘટનામાં પોલીસ અધિકારીઓને પણ આ મામલે શહેરની ગુનાખોરી અંગે વિચારવા મજબુર કરી દીધા છે. ત્યાં શહેરના રૈયા રોડ ઉપર નજીવી બાબતે એડવોકેટ ઉપર એક કાર ચાલકે હુમલાનો પ્રયાસ કર્યો હતો અને આ કાર ચાલક હજુ પણ હુમલો કરે તેવી દહેશતને કારણે એડવોકેટે પોલીસ ફરિયાદ માટે મદદની ગુહાર લગાવી હતી. પરંતુ પોલીસે ફરિયાદ નહીં લેતા આ મામલે હવે પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

શહેરના રૈયા રોડ ઉપર છોટીનગર શેરી નં. 3, બ્લોક નં. 13માં રૂદ્ર મકાનમાં રહેતા એડવોકેટ હરેશભાઈ ચિમનલાલ ભટ્ટ પોતાની કાર લઈને જતા હતા ત્યારે અલ્કાપુરી નજીક આગળ એક ટ્રેક્ટર ઉભુ હોય અને સામેથી માઈક્રા કાર લઈને આવેલા શખ્સ સાથે કાર સાઈડમાં લેવા બાબતે બોલાચાલી થતાં કારના ચાલકે હરેશભાઈ ઉપર હુમલાનો પ્રયાસ કર્યો હતો. નીચે ઉતરી કારના કાચ અને બોનટ ઉપર મુક્કા માર્યા હતાં. હરેશભાઈ ત્યાંથી પોતાની કાર લઈને નિકળી ગયા હતાં. આ કાર ચાલકે હરેશભાઈને જોઈ લેવાની ધમકી આપી હોય જેથી હરેશભાઈ ઉપર ફરીથી આ કારચાલક હુમલો કરે તેવી દહેશત હોય તેમણે ગાંધીગ્રામ પોલીસ મથકે આવી આ મામલે ફરિયાદ દાખલ કરવા માટે વાત કરી હતી.

ત્યારે ફરિયાદ લેવાનું પોલીસે ઈન્કાર કર્યો હતો. જે અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈને ફોન ઉપર જાણ કરતા ફોનમાં પીઆઈએ ઈન્વે વાળાને ફઇરયાદ લઈ લેશે તેવી સુચના આપી હતી. પરંતુ ઈન્વે વિભાગના જવાબદાર પોલીસે ફરિયાદ લીધેલ ન હોય અને આ બાબતે એડવોકેટ હરેશભાઈએ અ ંતે પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી છે. પોલીસની ઢીલીનીતિના કારણે ગુનેગારો બેફામ બન્યા છે. અને બીજીતરફ આવા બનાવોમાં પોલીસ ફરિયાદ લેવામાં ઢીલ દાખવતી હોવાનો આક્ષે પણ કરવામાં આવ્યો હતો.

Tags :
attackgujaratgujarat newsJunagadhJunagadh NEWS
Advertisement
Advertisement