નિવેદિતા સોસાયટી પાસે મહિલાના ગળામાંથી ચેઇનની ચીલઝડપનો પ્રયાસ
04:32 PM Mar 03, 2025 IST
|
Bhumika
Advertisement
રાજકોટ શહેરમા તાલુકા પોલીસ મથક વિસ્તારમા ચીલઝડપની ત્રીજી ઘટના સામે આવી છે. તેમજ એક ઘટના યુનિવસીર્ટી પોલીસ મથક વિસ્તારમા બની છે જેમા આરોપી સકંજામા લીધા હોવાની માહીતી પોલીસમાથી મળી છે .
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ન્યુ ગીતાનગરમા રહેતા વિજયાબેન નીતીનભાઇ રાઠોડ ચાલીને નીવેદીતા સોસાયટી પાસે જૈન દેરાસર પાસે ચાલીને જતા હતા ત્યારે ડબલ સવારી બાઇકમા સવાર બે શખ્સોએ ચેઇન ઝુંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો.
Advertisement
તેમજ બીજી ઘટનામા ઓમનગર મેઇન રોડ ગીરનાર સોસાયટી શેરી 1 મા રહેતા લાભુબેન છગનભાઇ પાણખાણીયા (ઉ.વ. પપ) ગઇકાલે ઓમનગર સર્કલ પાસેથી પસાર થતા હતા ત્યારે કોઇ અજાણી વ્યકિતએ 30 હજારની સોનાનો ચેઇન ઝુંટવી લીધો હતો. લાભુબેન બજારમા ખરીદી કરતા હતા આ મામલે એક આરોપીને સકંજામા લીધો હોવાનુ જાણવા મળે છે.
Next Article
Advertisement