મોરબીના મકનસરમાં યુવાનની હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ: ત્રણ સામે ફરિયાદ
મોરબીના મકનસર ગામે પ્રકાશ ગંગારામ મકવાણા નામના યુવક ગઈકાલે ટ્રેક્ટરમાંથી પડી જતા તેના માંથે વ્હીલ ફરી જતા ત્ત્યા બેશુદ્ધ હાલતમાં પડ્યો હતો જે અંગેની યુવકના પિતા અને ભત્રીજા સ્થળે પર હતા પ્રકાશને માથાના ભાગે ઈજા પહોચીઓ હતી અને બેશુધ્ધ હાલતમાં હતો જેથી તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સારવાર દરમિયાન તેનું મોત થયું હતું પ્રાથમિક દ્રષ્ટીએ વાહન અકસ્માત મોત લાગતો બનાવ અકસ્માત નહી પણ હત્યા હોય અને પોલીસ અક્સ્માતમાં ખપાવી દેવા માંગતા હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં મૃતકના પરિજનો, સગાવહાલા તેમજ ગામલોકો મૃતદેહ લઇ રજૂઆત કરવા તાલુકા પોલીસે આવવા નીકળ્યા હતા જે અંગે પોલીસને જાણ થતા તાલુકા પોલીસ મથકના પી આઈ એન આર મકવાણા અને પોલીસ સ્ટાફ સફાળો જાગ્યો હતો અને મૃતદેહ સાથે આવતા લોકોને રસ્તામાં ત્રાજપર ચોકડી પાસે જ રોક્યા હતા અને તેમની રજૂઆત સાંભળી હતી અને યોગ્ય ન્યાયની ખાતરી આપી હતી જે બાદ જે બાદ પરિજનો મૃતદેહ લઇ પરત ઘરે ફર્યા હતા.
બીજી તરફ પોલીસે મૃતકનાપિતાની ફરીયાદ લેવા તજવીજ હાથ ધરી હતી મૃતકના પિતાએ ટ્રેક્ટર ચાલક ગોરધન મગવાણીયા તેમજ બે અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે બનાવની જાણ થતા તેઓ જયારે સ્થળ પર પહોચ્યા ત્યારે કેટલાક લોકોએ જણાવ્યું હતું કે ગોરધનભાઈ અને અન્ય આરોપીઓએ યુવકને ટ્રેક્ટર પરથી ધક્કો દઈ નીચે પાડી દીધો હતો અને તેના પર ટ્રેક્ટર ચઢાવી દઈ હત્યા કરી હતી મૃતકને અગાઉ પણ તેની સાથે મારામારી પણ કરવામાં આવી હતી જે અંગે બે વખત પોલીસ ફરિયાદ પણ નોધાઇ હતી. મોરબીના મકનસર ગામમાં રેહતા પ્રકાશ ને ત્રણ ભાઈ અને ત્રણ બહેન હતા પ્રકાશ સૌથી નાનો ભાઈ હતો અને તેના એક વર્ષ પહેલા જ્યોતિબેન સાથે લગ્ન થયા હતા અને સંતાનમાં ત્રણ વર્ષનો પુત્ર પણ છે યુવકની હત્યા બાદ પુત્ર એ પિતાની છાયા ગુમાવી હતી તો પત્ની પણ નોધારી બની જતા આરોપીઓ સામે કડક કાર્યવાહી ની માંગણી કરી છે.