રાજુલાની હિંડોરણા ચોકડી પર પેટ્રોલ પંપ સળગાવવાનો પ્રયાસ
ટ્રકને આગ લગાડી માર માર્યાની ફરિયાદ
રાજુલાના હિંડોણા ગામે હિંડોળા ચોકડી ઉપર આવેલ ચેતન ઓટો સપ્લાયર્સ પેટ્રોલ પંપ માં રાજુલાના શિવા વાલા ધાખડા એ તારીખ 16.10.2025 રાત્રિ ના 9.30 કલાકે પેટ્રોલ પંપ પર આવીને પરેશભાઈ ને જેમ ફાવે તેમ ગાળો બોલી પેટ્રોલ પંપ સળગાવી દેવાનું કહ્યા બાદ રાત્રિના ફરી વખત આવી પોતાના હાથમાં પેટ્રોલની બોટલ તથા માચીસ તથા અન્ય સ્ફોટક પદાર્થ લઈ આવી પેટ્રોલ પંપના યુનિટ પાસે જઈ પેટ્રોલની નોઝલમાં માચીસની દિવાળીથી આગ લગાડવામાં આવેલી તથા ઓઇલના પાઉચમાં આગ લગાડવામાં આવેલી પેટ્રોલ પંપ કામ કરતા ફીલિંગ મેનો ને શરીરે જેમ ફાવે તેમ ઢીકા પાટુનો મૂઢમાર મારી પેટ્રોલ પંપની બહાર પડેલા ટ્રકમાં સ્પોટક પદાર્થથી આગ લગાવી ટ્રક ડ્રાઇવરને જેમ ફાવે તેમ મુંઢમાર મારી અને આ આરોપી નાસી છૂટેલા ત્યારે આ પંપના માલિક પ્રકાશભાઈ સંઘવી એ રાજુલા પોલીસ મથકે આ બાબતની ફરિયાદ કરવામાં આવેલ છે.