બજરંગવાડી પાસે નાસ્તા બજારમાં ભાણેજને છોડાવવા ગયેલા મામા પર હુમલો
05:02 PM May 21, 2025 IST
|
Bhumika
Advertisement
નજીવી બાબતે સામાન્ય બોલાચાલી થયા બાદ વાત મારામારી સુધી પહોંચી
Advertisement
બજરંગવાડી પાસે આવેલા નાસ્તા બજારમા ભાણેજને માર મારી રહેલા શખ્સો પાસેથી છોડાવવા વચ્ચે પડેલા મામાને પણ માર માર્યો હતો. આ મામલે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
બનાવની વધુ વિગતો અનુસાર બજરંગવાડીમા શિતલ પાર્ક ટોંઇગ સ્ટેશનની સામે આવેલા નાસ્તા બજારમા પશુ આહાર વેચતા અને બજરંગવાડીમા રહેતા ચેતનભાઇ જેન્તિભાઇ ચૌહાણ (ઉ.વ. 40) નામના યુવાનને રવિએ ઢીકાપાટુનો માર મારતા તેમને સારવાર માટે સિવિલે ખસેડવામા આવ્યો હતો.
ચેતને જણાવ્યુ હતુ કે તેમના ભાણેજ કાવ્ય સોલંકીને અમુક શખ્સો માથાકુટ કરી માર મારતા હતા ત્યારે તેમને છોડાવવા વચ્ચે પડતા આરોપીઓએ હુમલો કર્યો હતો.
Next Article
Advertisement