બીલખાના નવાગામે નિવેદ કરવા આવેલા રાજકોટના યુવાન પર હુમલો
માતાજીના નિવેદ કરવા આવેલ રાજકોટના યુવક પર નવાગામનાં 2 શખ્સે હુમલો કરી કારનો કાચ તોડી નાખ્યો હતો. રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ ફોર્ચ્યુન હોટલ પાસે સરસ્વતીનગર મેઇન રોડ પર રહેતા અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નું કામ કરતા 28 વર્ષીય અશોકભાઈ હસમુખભાઈ ઝાલા રવિવારે બપોરે બીલખાના નવાગામમાં પોતાની વાડીએ પરિવાર સાથે માતાજીના નીવેદ કરવા માટે આવ્યા હતા. તે વખતે યુવકના પત્ની નિવેદ બનાવતા હતા ત્યારે વાડીએ આવેલ નૂરસતાગરબાપુના મંદિરે પૂજા પાઠ કરતો અશ્વીન ભનુ બારૈયા તથા તેનો ભાઇ હરેશએ આવી પતમો જ્યારે અહી નીવેદ કરવા આવો ત્યારે અમારૂૂ શાકભાજી અવાર નવાર લઇ જાવ છોથ તેમ કહી ઝઘડો કરી ઢીકાપાટુનો મુઢ માર માર્યો હતો. અને અશ્વિને માથાના ભાગે ખપારીનો ઘા મારી ઇજા પહોંચાડી ઇકો ગાડીનો કાચ તોડી નાખ્યો હતો. ઝપાઝપીમાં યુવાનનો સોનાનો ચેન, વીંટી પડી ગયા હતા. આ ઘટનાને લઈને યુવકની ફરિયાદ નોંધી બીલખા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.