કાલાવડના કૈલાશનગરમાં ખેડૂત અને તેના માતા-પિતા પર હુમલો
12:12 PM Apr 19, 2025 IST
|
Bhumika
Advertisement
જામનગર જિલ્લાના કાલાવડમાં કૈલાશ નગર વિસ્તારમાં રહેતા અને ખેતી કામ સંભાળતા મયુરભાઈ નરશીભાઈ સાવલિયા નામના 38 વર્ષના પટેલ ખેડૂત યુવાને પોતાના ઉપર તેમજ પોતાના વૃદ્ધ માતા પિતા ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાના જ પાડોશમાં રહેતા મનોજભાઈ વિઠ્ઠલભાઈ સાવલિયા, તેમજ હિરેન મનોજભાઈ સાવલિયા નામના પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે.
Advertisement
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મયુરભાઈ તેમજ આરોપી હિરેન મનોજભાઈ સાથે છેલ્લા ત્રણ વર્ષથી વાંધો ચાલી રહ્યો છે, જેનું મન દુ:ખ રાખીને આ હુમલો કરાયો હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે. જે મામલે કાલાવડ ટાઉન પોલીસ વધુ તપાસ ચલાવે છે.
Next Article
Advertisement