જમાઇને વ્યાજે આપેલા રૂપિયાની ઉઘરાણી કરી સસરા-સાળાનો હુમલો
માળિયા-મિયાણાની ઘટના: યુવાને માલ ઢોરના ઘાસચારા માટે બે હજાર 10 ટકાના વ્યાજે લીધા’તા
માળિયા મિયાણામાં રહેતા યુવાને સસરા પાસેથી માલ ઢોરના ઘાસ ચારા માટે બર હજાર રૂૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા. જે રૂૂપિયાની ઉઘરાણી કરી સસરા અને સાળાએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માળિયા મિયાણામાં જામનગર હાઇવે ઉપર મામલતદાર ઓફિસ પાસે રહેતા યાસીન જુસુફભાઈ જામ નામનો 35 વર્ષનો યુવાન સવારના દસેક વાગ્યાના સુમારે પોતાના ઘર પાસે હતો ત્યારે સસરા જુમા ભારા, સાળા ઉમર જૂમા અને સુભાન જુમાએ ઝઘડો કરી પીઠના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે માળિયા-મિયાણા અને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં યાસીન જામે તેના સસરા જુમાભાઈ ભારા પાસેથી માલ ઢોરના ઘાસ સારા માટે બે હજાર રૂૂપિયા ટકાના વ્યાજે લીધા હતા. જે જે રૂૂપિયાના વ્યાજની ઉઘરાણી કરતા યુવાને અત્યારે સગવડ નહિ હોવાનું કહેતા સસરા અને સાળાએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે માળિયા મિયાણા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.