જામકંડોરણાના બે વકીલ ઉપર એટ્રોસિટી ફરિયાદ ન્યાયની આશાએ આવેલી મહિલાએ જામકંડોરણા પોલીસ સ્ટેશન સામે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો
ન્યાયની આશાએ આવેલી મહિલાએ જામકંડોરણા પોલીસ સ્ટેશન સામે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો
જામકંડોરણા સહિત ગુજરાતભર માં મહિલા સુરક્ષિત નથી તાજેતરમાં અમરેલી માં પાટીદાર સમાજ ની દીકરીને ભાજપના આંતરીક વિખવાદમાં ભોગ બની છે જેનો વિરોધ ગુજરાતભરમાં ભરેલાં જ્વાળામુખી સમાન ફાટ્યો છે ત્યારે જામકંડોરણા પોલીસની હદમાં ન્યાય ની આશા આવેલી મહિલા આત્મવિલોપન નો પ્રયાસ કર્યો હતો
આ અંગેની મળતી માહિતી મુજબ જામકંડોરણા તાલુકાના રાયડી ગામે રહેતા હરસુખભાઈ પરમાર ની દિકરી રમીલાબેન લગ્ન 5/7/2013 ના રોજ જુનાગઢના દોલતપરા વિસ્તારમાં રહેતા સંજયભાઇ ઉકાભાઇ પરમાર સાથે થયા હતા પતી પત્ની વાદવિવાદમા રમીલાબેન પોતાના પીયર પોતાના પિતા સાથે રાયડી ગામે રહેતા હતા આ કાયમી ની માથાકૂટ અને ઝગડા છુટાછેડા લેવા જામકંડોરણા નારદભાઈ બાલધાને વકીલ તરીકે રાખીને કોર્ટમાં ખાધા ખોરાકી નો કેસની વાત કરી હતી ત્યારે નારદભાઈ બાલધાએ જણાવ્યું હતું કે નસ્ત્રચાર પાંચ હજાર ફાઈનલ કરી દઈશસ્ત્રસ્ત્ર નારદભાઈ વકીલે તેમના જાણીતાં વકીલ રાકેશભાઈ સૌજીત્રા ને ખાધા ખોરાકી ના કેસ લડવા રાખેલ હતાં જે બાબતની રમીલાબેન ને જાણ કરી હતી નહીં આ કેસ જામકંડોરણા કોર્ટમાં સાત આઠ મહિના ચાલ્યો પરંતુ કોઈ હુકમ ન મળ્યો હતો આ રમીલાબેન તેમના પતિ વિરુદ્ધ 498ના કેસમાં ગોંડલ મહિલા પોલીસ સ્ટેશન બોલાવેલા હતા ધોરાજી ફેમિલી કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે. આ છુટાછેડા ના કાગળ માંગતા વકીલે એકલા આવવા નું કહ્યું જ્યારે રમીલાબેન 4/12/24ના રોજ એકલા રાકેશભાઈ સૌજીત્રા ની ઓફીસ પર ગયા હતા એને કહ્યું હતું કે હું એકલી જ આવી છું મને મારા છુટાછેડા કાગળો આપી દો આ વાત થતાં રાકેશભાઈ સૌજીત્રા મનફાવે તેમ બોલીને નારદભાઈ બાલધાની ઓફિસ ચાલ્યા ગયા હતા રમીલાબેન ફોન નારણભાઈ વકીલ રીસીવ ના કર્યો પછી તેમના પિતા સાથે રમીલાબેન નારદભાઈ ગયા ત્યારે નારદભાઈ વકીલે રમીલાબેન ની જ્ઞાતીપ્રત્યે અપશબ્દો બોલી ને જણાવ્યું હતું કે તમારા થી થાય તે કરી લો તમારી જ્ઞાતિ જ હલકી છે.
ત્યાં રહેલા રાકેશભાઈ સૌજીત્રા પણ મનફાવે તેમ બોલવા લાગ્યા હતા તમને જણાવ્યું હતું કે અમારી ફી લાખ થી પાંચ લાખ રૂૂપિયા પણ થાય પોતાના કરીયાવરના ફર્નિચર ની વળતર ના 50000 રૂૂપિયા પોતાના પતિ પાસે થી લીધેલા હતાં તે પણ પાછાં આપ્યાં નથી જે અંગેની ફરીયાદ જામકંડોરણા પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા જામકંડોરણા પોલીસ કલમ 316 (2) , 318 (2) 352 અને 54 અનુ.જાતી અધિનિયમ કલમો મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.