રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આટકોટ કન્યા છાત્રાલયની છાત્રાના દુષ્કર્મનો મામલો હાઇકોર્ટમાં: આરોપી રાદડિયાના જામીન રદ કરવા અરજી

04:40 PM Oct 17, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

જસદણ તાલુકાના આટકોટ ગામે આવેલ ડી.બી. પટેલ ક્ધયા છાત્રાલયમાં અભ્યાસ પૂર્ણ કરી રેકટર તરીકે નોકરી કરતી યુવતીએ મધુકાન્ત ટાઢાણી તથા વિરનગર ગામે રહેતા છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડીયા વિરૂૂધ્ધ આટકોટ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધવતા આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. આરોપીને જેલહવાલે રહેલા આરોપી પરેશ રાદડીયાએ સૌરાષ્ટ્રના ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી મારફત રાજકોટની સેશન્સ અદાલતમાં જામીન પર મુકત થવા જામીન અરજી કરી હતી. જે જામીન અરજી સુનાવણી અર્થે આવતા મુખ્યત્વે એવી રજુઆત કરેલ કે, પિડીતા પોતે ભણેલ-ગણેલ અને પોતાનું સારૂૂં નરસું સમજવા સક્ષમ છે, તેમજ કહેવાતો બનાવ બન્યાના એક વર્ષ બાદ ફરીયાદની હકીકત જાહેર કરેલ છે અને ફરીયાદીએ આ બનાવની જાણ આજદિન સુધી હોસ્ટેલ, કોલેજ કે સ્કુલના કોઈ પણ વ્યક્તિને જાણ કરેલ નથી તથા તેમના પરીવારને પણ આજદિન સુધી આવી કોઈ જાણ કરેલ ન હોય તેમજ હાલની ફરીયાદ રાજકીય રાગદ્વેશના કારણે ઉભી કરવામાં આવેલ હોય, હાલની ફરીયાદ થતા અગાઉ આટકોટ ક્ધયા છાત્રાલયના ટ્રસ્ટી ઉપર 20 થી 25 લોકોએ છાત્રાલયમાં ગેરકાયદેસર ધુસી જઈ મારામારી તથા લુંટ ચલાવેલ હોવાની ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી. જે ફરીયાદનો ખાર રાખી વેર લેવા અને રાજકીય વિરોધીઓને અને ટ્રસ્ટીઓને ખોટા કેસમાં ફસાવી દેવા હાલનની ફરીયાદ ઉભી કરી આરોપીને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવેલ છે.

આરોપી કયારેય ભોગ બનનારને મળેલ નથી તેમજ આરોપીએ પોતાની સત્યતા સાબીત કરવા માટે કોર્ટ સમક્ષ લાઈ ડીટેકશન ટેસ્ટ તથા નાર્કો ટેસ્ટ કરવા તૈયારી બતાવેલ છે, જે હકીકતો ધ્યાને લેવામાં આવે તો પરેશ રાદડીયા વિરૂૂધ્ધ ગુન્હાના પ્રાથમિક તત્વો આકર્ષાતા નથી જેથી જામીન મુકત કરવા ભારપૂર્વક રજુઆતો કરેલ હતી. કોર્ટે આરોપી આરોપી પરેશ રાદડીયાને જામીન મુક્ત કરતા ફરિયાદી પીડિતાના વકીલ દ્વારા ટ્રાયલ કોર્ટના હુકમને હાઇકોર્ટમાં પડકારી જામીન અરજી રદ કરવા અરજી કરી છે. જે અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે ટ્રાયલ કોર્ટે દુષ્કર્મના આવા અતિસંવેદનશીલ કેસમાં આરોપી પરેશ રાદડિયાને માત્ર પંદર જ દિવસમાં જામીન આપી દીધા છે. ટ્રાયલ કોર્ટ દ્વારા સુપ્રીમકોર્ટ દ્વારા જારી સંબંધિત ચુકાદા અને માર્ગદર્શિકાને અવગણવામાં આવ્યા છે. ખાસ કરીને આરોપીને જામીન આપતાં પહેલા પીડિતાનો પક્ષ ટ્રાયલ કોર્ટ દ્વારા સાંભળવામાં જ આવ્યો નથી. પીડિતા તરફથી ટ્રાયલ કોર્ટમાં આરોપીની જામીન અરજીની સુનાવણીમાં વિરોધ કરવા હેતુસર પક્ષકાર તરીકે જોડાવા અરજી પણ કરી હતી પરંતુ તેણીને સાભળ્યા વિના જ ટ્રાયલ કોર્ટે આરોપીને જામીન આપી દીધા હતા. ટ્રાયલ કોર્ટનો હુકમ સુપ્રીમકોર્ટના પ્રસ્થાપિત સિધ્ધાંતોની વિરૃધ્ધનો હોઈ તેને રદબાતલ ઠરાવવો જોઈએ અને આરોપી પરેશ રાદડિયાના જામીન રદ કરવા જોઇએ.

Tags :
accused RaddiaAtkot hostel rape caseAtkot rape casegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement