રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમદાવાદ કોર્પોરેશનના ATDO રૂા.20 લાખની લાંચ લેતા ઝડપાયા, ઘરમાંથી રૂા.77 લાખ મળ્યા

04:31 PM Aug 02, 2024 IST | admin
Advertisement

મકાન તોડી પાડવાની ધમકી આપી રૂા.50 લાખ માંગ્યા

Advertisement

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ-2ના અધિકારી હર્ષદ મનહરલાલ ભોજક ₹ 20,00,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા. એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ તેમના પ્રગતિનગર સ્થિત ઘરે તપાસ કરતા 73 લાખ રૂૂપિયા કેશ અને સોનાના બિસ્કિટ આશરે સાડા 4 લાખની કિંમતનું મળી કુલ 77 લાખથી વધુની મત્તા કબજે કરી હોવાનું જાણવા મળ્યું છે. એસીબી એ મળેલા દસ્તાવેજો અને અન્ય મિલકતો બાબતે પણ વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એએમસી એ તોડી પાડેલી દુકાનો-મકાનોની વૈકલ્પિક વ્યવસ્થા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરાટનગર ઓફિસના આસિસ્ટન્ટ ટીડીઓ એ હર્ષદ મનહરલાલ ભોજકે ફરિયાદી પાસે 50 લાખ માગ્યા હતા. જો કે, રકઝક બાદ 20 લાખમાં આપવાની તૈયારી દર્શાવી હતી. જો કે, ફરિયાદી પૈસા આપવા ન માંગતો હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. જેમાં 20 લાખની લાંચ લેતા હર્ષદ ભોજક સહિત બે જણા પકડાયા હતા.

આ કામના ફરિયાદીની અમદાવાદ શહેરમાં વડીલો પાર્જીત જમીનમાં મકાનો/દુકાનો હતી. જે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્રારા કબજો લઈ તોડી નાખવામાં આવી હતી. જેથી મકાનો/ દુકાનોના ભાડુઆતો તથા આ કામના ફરિયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરી હતી. જેમા તેમણે જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ જઈ જરૂરી પુરાવા રજુ કરશો તો અખઈ તેઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશે.
જેથી આ કામના ફરિયાદી ગવર્નમેન્ટ એપ્રુવલ એન્જિનિયર આશિષ પટેલને મળ્યા હતા. ત્યારબાદ આરોપી આશિષે ફરિયાદીની હર્ષદ ભોજક સાથે મુલાકાત કરાવી હતી અને બનાવની હકીકતથી વાકેફ કરાવ્યા હતા.

જેથી હર્ષદ ભોજકે ફરિયાદીને કામ કરી આપવા પેટે પહેલા 50 લાખ લાંચની માગણી કરી હતી અને આરોપી આશિષને 10 લાખ રૂૂપિયા આપવાની વાત કરી હતી. જેથી ફરિયાદીએ રકઝક કરતા 20 લાખ આપવાના નક્કી કરવામાં આવ્યા હતા. જો કે, લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોઇ એસીબીનો સંપર્ક કરતા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીઅને લાંચની માંગણી કરી, સ્વીકારી, એકબીજાએ મદદગારી કરી હોવાનું જણાવ્યું હતું. હાલ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Tags :
ahemdabadahemdabadnewsATDOcrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement