ખોડિયારનગરમાં પાનવાળાના કહેવાથી તેના મિત્રએ કરિયાણાના ધંધાર્થી યુવતીનો જવીડિયો ઉતાર્યો
ગોંડલ રોડ પર ગીતાનગરમા રહેતી એક યુવતીએ આરજુ પાનવાળા ઇલ્યાસ અને તેમના મિત્ર સુલ્તાન વિરુધ્ધ માલવીયાનગર પોલીસ મથકમા ધમકી અને છેડતી અંગેની ફરીયાદ નોંધાવી છે. આ ઘટનામા પોલીસે આરોપીને સકંજામા લેવા તજવીજ શરૂ કરી છે ફરીયાદી યુવતીએ પોલીસમા જણાવ્યુ હતુ કે તેઓ કરીયાણાની દુકાન ધરાવે છે અને વેપાર કરે છે દુકાનની સામે આરજુ પાન નામની દુકાન ધરાવતો ઇલ્યાસની દુકાને અજાણ્યો શખ્સ ગઇ તા 1-1-25 ના રોજ સવારે અગ્યારેક વાગ્યે આવ્યો અને યુવતી કરીયાણાની દુકાને બેસી વેપાર કરતી હતી ત્યારે તેનો વીડીયો ઉતારવા લાગ્યો હતો જેથી યુવતીએ તેમને બોલાવી વીડીયો શા માટે ઉતારે છે ? તેમ કહેતા આ અજાણ્યા શખ્સે કહયુ કે આરજુ પાન વાળાએ વીડીયો ઉતારવાનુ કહયુ છે અને આ વીડીયો ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવાનુ કહયુ હતુ.
ત્યારબાદ અઠવાડીયા પછી આરજુ પાનવાળો ઇલ્યાસ અને સુલતાન પોતાની દુકાને હતા ત્યારે ત્યા ગેસના બાટલાની ગાડી કરીયાણાની દુકાન આડે ઉભી હતી ત્યારે આ ગેસના બાટલાવાળાના ડ્રાઇવરને ધમકી આપતો હતો ત્યારે બંને આરોપીએ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ઇલ્યાસ આખો દિવસ પોતાની દુકાને બેસી અને આ યુવતી સામે જોયા કરતો હતો. તેમજ યુવતી જયારે બહાર વસ્તુ લેવા જાય ત્યારે ઇલ્યાસ અવાર નવાર પીછો કરતો હતો.
આ સમગ્ર ઘટનાનુ કારણ જણાવતા યુવતીએ કહયુ કે હાલમા જે જગ્યાએ તેમની દુકાન છે ત્યાથી થોડે દુર દોઢેક વર્ષ પહેલા એક મકાન લીધેલુ છે જે ઇલ્યાસને ગમતુ ન હોય અને ઇલ્યાસની દુકાન કરતા યુવતીની કરીયાણાની દુકાનમા ધંધો સારો ચાલતો હોય જેથી આ ધંધાનો ખાર રાખી ઇલ્યાસ તેમના મિત્ર સુલ્તાનને સાથે રાખી અવાર નવાર સામે જોયા કરે છે અને યુવતી જયારે વસ્તુ લેવા જાય ત્યારે પીછો કરી ઇલ્યાસ તેની પજવણી કરે છે આ મામલે માલવીયાનગર પોલીસે આરોપીઓને સકંજામા લેવા તજવીજ શરૂ કરી છે.