દીકરીનો જન્મ થતાં જ પરિણીતાને સુરત સ્થિત પતિ સહિતના સાસરિયાનો ત્રાસ
હાલ ગાંધીગ્રામના ગોવિંદનગર શેરી ન.4માં રહેતી ધરાવતી પાયલબેન અમીતગીરી ગૌસ્વામી રાજકોટ લગ્નમાં આવી ત્યારે પતિએ કહયુ, મારકુટ અંગે કોઇને કહેતી નહી નહીતર જાનથી મારી નાખીશ (બાવાજી)(ઉ.વ.26)એ પતિ અમિતગીરી ભુપતગીરી ગોસ્વામી, સસરા ભુપતગીરી ઈશ્વરગીરી અને સાસુ રક્ષાબેન ભુપતગીરી(રહે.બધા ભવનાથ સોસાયટી શેરી.2 હરિધવા રોડ)સામે ત્રાસ અને ફરિયાદ નોંધાવી છે.
પાયલબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,હાલ મારા પીયરમાં મારા માતા-પી તા સાથે રહુ છું.મારા લગ્ન આજથી પાંચ વર્ષ પહેલા તા.02/02/2020 ના થયેલ હતા અને લગ્નજીવન થી અમોને સંતાનમાં એક દીકરી છે જે હાલ મારી પાસે રહે છે.હું લગ્ન બાદ થી રાજકોટ ખાતે મારા સાસરિયા સાથે સંયુકત કુટુંબમા રહેતી જેમાં મારા સાસુ રક્ષાબેન ભુપતગીરી ગૌસ્વામી તથા સસરા ભુપતગીરી ઇસ્વરગીરી ગૌસ્વામી સાથે રહેતા હતા લગ્ન બાદથી મને નાની નાની વાતમાં શારી રિક માનસિક ત્રાસ આપવાનું શરૂૂ કરી દિધેલ બાદ અમારા ઘરે દીકરીનો જન્મ થતા મારા પતિ મારી સાથે કજીયો કકાસ ક રતા હતા અને મને એમ કે ધીરે-ધીરે બધુ સારુ થઈ જાશે પણ પાછી નાની નાની વાત મા જેમ ફાવે તેમ બોલી અને હેરા ન-પરેશાન કરતા હતા અને મારી સાથે મારકુટ કરતા હતા અને મારા સાસુ-સસરા મને કહેતા કે તું કરીયાવર ઓછી લાવે લ છે તારા બાપે કાંઇ આપેલ નથી. તેવા મેણા ટોણા મારતા હોય અને જેમ ફાવે તેમ મારા માતા-પિતા વિશે અવાર-નવાર બોલતા હતા.
પતિ ને આશરે એક વર્ષ પહેલા સુરત મુકામે એલ. એન ટી કંપની મા નોકરી મળતા તેઓ ની સાથે હું છ થી સાતેક મહિના રહેલ અને ત્યા પણ મારી સાથે જૂની વાત ને લઈ મારી સાથે ઝગડો કરી મને મારકુટ કરતા હતા ફેબ્રુઆરી માસ મા મારા કાકા ના દીકરી ના લગ્ન હતાં ત્યારે મને સુરત થી મારી સાથે ઝગડો કરી અને મારા માવતરે મ ને મુકી ગયેલ ત્યારે મને ધમકી આપેલ ગયેલ કે આ મારકુટ વિશે કોઇ ને કહેતી નહીંતર પાછી આવીશ ત્યારે જાન થી મારી નાખીશ અને તારા માતા-પીતા ને પણ મારી નાખીશ આમ મારા પતિ એ મારી સાથે અવાર નવાર ઝગડો કરી અને માર ઝુડ કરી અને મારા સાસુ-સસરાએ મને શારીરિક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોય અને મને તથા મારા માતા પિતા ને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ કરવામાં આવી હતી.