For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આર્ટીસ્ટ પુત્રવધૂની દારૂની પાર્ટી ઉપર સસરાએ રેડ પડાવી

04:40 PM Aug 04, 2025 IST | Bhumika
આર્ટીસ્ટ પુત્રવધૂની દારૂની પાર્ટી ઉપર સસરાએ રેડ પડાવી

સુરત પોલીસ કંટ્રોલ રૂૂમને એક અજાણ્યો કોલ મળ્યો, જેમાં કોલ કરનારે જણાવ્યું કે, તેની વહુ પોતાના મિત્રો સાથે ડુમસના એક જાણીતા વિકેન્ડ એડ્રેસ હોટલના રૂૂમ નંબર 443માં દારૂૂની પાર્ટી કરી રહી છે. આ કોલ કોઈ હતો, દારૂૂ પાર્ટી કરતા એ જ આર્ટિસ્ટ વહુના સસરાનો!. સસરાએ પોતે જ પોલીસને માહિતી આપી હતી કે, તેમની વહુ પોતાના મિત્રો સાથે દારૂૂની મહેફિલ માણી રહી છે.

Advertisement

આ કોલ મળતા જ ડુમસ પોલીસ પીસીઆર વાન સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વિકેન્ડ એડ્રેસના રૂૂમ નંબર 443નો દરવાજો ખુલ્યો ત્યારે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. રૂૂમની અંદર 4 પુરુષો અને 2 મહિલાઓ ફ્લોર પર કુંડાળું વળીને બેઠા હતા અને દારૂૂની મહેફિલ ચાલી રહી હતી. પોલીસે સ્થળ પર જ તમામની પૂછપરછ શરૂૂ કરી હતી.

તપાસ દરમિયાન, પકડાયેલા લોકોમાં મિત હિમાંશુભાઈ વ્યાસ (ઉંમર 25), સંકલ્પ અજય પટેલ (ઉંમર 24), લોક ભાવેશ દેસાઈ (ઉંમર 23), અને સમકિત કલાપીભાઈ વિમાવાલા (ઉંમર 25)નો સમાવેશ થાય છે. આ બધાની આંખો લાલચોળ હતી અને તેઓ પોતાની શારીરિક સ્થિતિનું સંતુલન જાળવી શકતા નહોતા. આ પાર્ટીમાં 2 મહિલાઓ પણ હતી, જે બંને આર્ટિસ્ટ છે. મહિલા પોલીસની હાજરીમાં તેમની તપાસ કરવામાં આવી. એક મહિલાની ઉંમર 24 વર્ષ અને બીજીની 25 વર્ષ હતી. બંનેના મોઢામાંથી દારૂૂની વાસ આવતી હતી અને તેમની પાસે પણ કોઈ પાસ-પરમિટ નહોતું. આ જ મહિલાઓમાંથી એક,એ હતી જેના સસરાએ પોલીસને ફોન કર્યો હતો.

Advertisement

પોલીસે ઘટનાસ્થળેથી મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે રૂૂમની તલાશી લેતા ત્યાંથી વિદેશી બનાવટની 750 ખકની બોટલ મળી, જેમાં આશરે 350 ખક દારૂૂ ભરેલો હતો, જેની કિંમત રૂૂ. 1500 હતી. આ ઉપરાંત, દારૂૂ ભરેલા 4 પ્લાસ્ટિકના ગ્લાસ, 4 ખાલી ગ્લાસ, અને સૌથી અગત્યનું 7 મોબાઈલ ફોન પણ મળી આવ્યા, જેની કુલ કિંમત રૂૂ. 2,55,000 હતી. આ સમગ્ર ઘટના અંગે ડુમસ પોલીસે તપાસ શરૂૂ કરી છે. તમામનું રાત્રે મેડીકલ કરવામાં આવ્યું હતું. પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ (2016) ની કલમ 66 (1) (બી), 65 (એ) (એ), 81, 83(ક) 1(2019)ની અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement