સોની બજારમાંથી વેપારીનું રૂા.20.90 લાખનું સોનું લઇ કારીગર ફરાર
સોની બજારના એક વેપારીનું સોનુ લઈને વધુ એક કારીગર ફરાર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે 20.90 લાખની કિંમતના સોનું દાગીના બનાવવા માટે કારીગરને આપેલું હોય જે સોનું લઈને બંગાળી કારીગર ભાગી ગયો હતો.
મળતી વિગતો મુજબ સોની બજારમાં ગઢની રાંગ પાસે રહેતા અને સોની બજારમાં ગોસીયા જવેલર્સ નામે દુકાન ધરાવતા અલીમભાઈ કાસીમભાઈ અબ્દુલ (ઉ.વ. 50) એ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ રાજકોટમાં સોની બજારમાં ગોલ્ડન પ્લાઝા માં દુકાન ભાડે રાખી સોનાના દાગીના બનાવવાનું કામ કરતા સાથે નીખિલસિંઘ મધાયસિંઘનું નામ આપ્યું છે.
અલીમભાઈએ ફરિયાદમાં જણાવ્યું કે તેમણે નિખિલ સિંઘને 90 જોડી બુટ્ટી બનાવવા આપેલું રૂૂા. 20.90 લાખની કિંમતનું સોનુ આપ્યું હતું જે સોનું તે ઓળવી ગયાની એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે..અલીમભાઈએ પોલીસને જણાવ્યું કે તે છેલ્લા 40 વર્ષથી સોનાનું ઘાટ કામ કરે છે. આરોપી વીસેક વર્ષથી તેની દુકાન પર આવેલ બીજી દુકાનમાં ઘાટ કામ કરે છે. ગઇ તા.દના તેને વેપારીનો કાનની બુટ્ટી - બનાવવાનો ઓર્ડર આવ્યો હોવાથી આરોપી - નીખીલસિંઘને બોલાવી 290 ગ્રામ સોનુ તેને આપ્યું હતું. તેમજ 18 કેરેટની 90 જોડી બુટ્ટી બનાવી ત્રણ-ચાર દિવસમાં આપવાનું કહ્યું હતું. આ સમયે આરોપીએ ત્રણ-ચાર દિવસમાં બુટ્ટી બનાવવાની વાત કરી હતી.
ત્યારબાદ તે સોનુ લઈ તેની ઉપરની દુકાને જતો રહ્યો હતો. બપોરે દુકાનને તાળુ મારી આરોપી ક્યાંક ગયો હતો. સાંજ સુધી દુકાન નહીં ખોલતા તેને ફોન કર્યો હતો. પરંતુ ફોન બંધ આવતો હોય અને તેના ઘરે હાજર કોઈ ન હોય તેના ભત્રીજા જયદિપસિંગને ફોન કર્યો હતો. પંરતુ ફોન નહીં ઉપડતા અને બનાવા આપેલી સોનાની બુટ્ટી કે રૂૂા. 20.90 લાખનું સોનુ પરત નહીં મળતા ફરિયાદ નોંધાવી હતી. એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇઆરજી બારોટ સહિતના સ્ટાફે આ મામલે વધુ તપાસ શરૂૂ કરી છે.