ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ધોરાજી અને માંગરોળ પોલીસના ગુનામાં 8 મહિનાથી વોન્ટેડ શખ્સની ધરપકડ

12:02 PM Apr 07, 2025 IST | Bhumika
Advertisement

જામનગરની જી.જી. હોસ્પિટલે આવવાનો હોવાની માહિતીને આધારે ધોરાજી પોલીસનું સફળ ઓપરેશન

Advertisement

માંગરોળ પોલીસના ગુન્હાના છેલ્લા આઠેક મહિનાથી તથા ધોરાજી પોલીસના અલગ-અલગ ગુન્હામાં નાસતો-ફરતો આરોપી જે 100 કલાકના અંતર્ગત યાદીમાં રહેલ વોન્ટેડ શખ્સને ધોરાજી પોલીસે જામનગરથી ઝડપી લીધો હતો.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધીક્ષક હિમકરસિંહ તથા ધોરાજી વિભાગના મદદનીશ પોલીસ અધીક્ષક સિમરન ભારદ્રાજે નાશતા-ફરતા આરોપીને પકડી પાડવા તેમજ 100 કલાકના એજન્ડા અન્વયે અસામાજીક ગુંડા તત્વોને પકડી પાડી તેમના વિરૂૂધ્ધ કડક પગલા લેવાની સુચના આપેલ હોય જે અન્વયે ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.જે.ગોધમ ના માર્ગદર્શન હેઠળ ધોરાજી સીટીના દારૂના ગુનામાં તેમજ જુનાગઢ જીલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસના ગુનામાં છેલ્લા આઠેક મહિનાથી નાસ્તો ફરતો આરોપી બાબર ઉર્ફે સલીમ હાજીઇસ્માઇલ ખુરેશી (ઉ.વ.44 ધંધો-મજુરી રહે- ધોરાજી મેઇન બજાર, ચકલા ચોક સંધાડીયા બજાર) વાળો પોતે મોબાઈલ ફોનમાં સીમ કાર્ડનો ઉપયોગ કરતો ન હોય તે ડોંગલ વડે નેટવર્ક મેળવી વોટ્સએપ કોલીંગ કરતો હોય અને અવનવા કીમીયા અપનાવી પોલીસની પકડથી આજદીન સુધી બચતો હોય જેથી ટેક્નીકલ સોર્સ વડે પકડવો મુશ્કેલ હોય જેથી હ્યુમન સોર્સના માધ્યમથી ધોરાજી પોલીસ સ્ટેશનના સર્વેલન્સના સ્ટાફને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે જામનગરની જી.જી.હોસ્પીટલમાં આવવાની શક્યતા હોય જેથી ધોરાજી સીટી સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ પી.કે.ગોહિલ તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસો અલગ-અલગ ટીમ બનાવી કલાકો સુધી વોચ રાખી જામનગર જી.જી.હોસ્પીટલના કેમ્પસમાં આવેલ અને તેને પોલીસ આવી હોવાની ભીતી થતા નાશી જવાનો પ્રયત્ન કરેલ પરંતુ પોલીસ સ્ટાફે તુરંતજ પકડી પાડી ધોરાજી પોલીસ મથકે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કામગીરીમા ધોરાજી સીટી પો.સ્ટે.ના પોલીસ ઈન્સ. આર.જે.ગોધમ તથા પીએસઆઈ પી.કે.ગોહીલ તથા પો.હેડ કોન્સ. નીલેશભાઈ મકવાણા તથા પંકજભાઈ તલસાણીયા તથા નારણભાઈ પંપાણીયા, શક્તિસિંહ જાડેજા, યોગેશભાઈ બાલાસરા વિગેરે પોલીસ સ્ટાફ સાથે રહી કામગીરી કરી હતી.

Tags :
crimeDhoraji and Mangrol policegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement