મોરબીના વેપારી સાથે રૂા.1.72 કરોડની ઠગાઇ કરનારની ધરપકડ
સાઇબર ક્રાઇમ પોલીસે દિલ્હીથી દબોચ્યો
વિદેશમાં વેપાર ધંધા અર્થે વેપારીઓ પાસેથી મોટી રકમ પડાવી ફ્રોડ આચરનાર ગેન્ગના વધુ એક સભ્યને દિલ્હીથી સાયબર ક્રાઈમ ટીમે ઝડપી લીધો છે મોરબીના વેપારી સાથે 1.72 લાખની ઠગાઈ કરનાર આરોપીને મોરબી સાયબર ક્રાઈમ ટીમે દિલ્હીથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.મોરબી વેપારી જેઓ કોકોપીટ નામની વસ્તુનું પ્રોડક્શન કરતા હોય અને વેપાર વિદેશમાં કરવો હોવાથી ગુગલ સર્ચ પર તપાસ કરતા કંપનીનો સંપર્ક સાધતા ટ્રેન્ડ ફંડામેન્ટલ પર. લી. કંપની તથા જી.બી.એફ.એસ. વિંગ્સ પ્રા લી વાળાઓએ વેપારીને ઓનલાઈન માહિતી આપી પ્રોડક્ટનું હોંગકોંગણી ફભયત ફિમશક્ષલ નામની કંપનીમાં ડીલીંગ કરાવી આપવાના બહાના હેઠળ બંને કંપનીના માલિક, મેનેજર તથા એમ્પ્લોય બધાએ સ્કીમો અને તેના ચાર્જ તળે વોટ્સએપ, ટેલીફોનીક વાતચીત અને ઈમેલ સંદેશ મારફત ફરિયાદી દેવેન્દ્રભાઈ નરસિંહભાઈ દેત્રોજા રહે મોરબી વાળા એવીયાર ઇમ્પેક્ષ કંપની ચલાવી કોકોપિટ પ્રોડક્ટ વિદેશમાં એક્ષ્પોર્ટ કરવાના બહાને વર્ષ 2023 થી 25 દરમિયાન બેંક એકાઉન્ટમાં રૂૂ 1,72,88,400 ની રકમ મેળવી હોંગકોંગમાં કોઈ વેપાર ધંધો કર માલ એક્સપોર્ટ ના કરાવી આપતા કંપનીઓ વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ગુનાની તપાસ ચલાવતા મોરબી સાયબર ક્રાઈમ પોલીસ ટીમે દિલ્હી તપાસ કરતા આરોપી જયકિશન ભાનારામ સિંગલા (ઉ.વ.52) રહે રોહિણી ન્યુ દિલ્હી વાળાને ઝડપી લીધો થો આરોપીએ ફ્રોડથી મેળવેલ નાણા પિતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી રૂૂપિયા ફ્રોડના હોવાનું જાણવા છતાં પોતાના અંગત ફાયદામાં વાપર્યાનું ખુલ્યું છે આરોપીને દિલ્હીથી ઝડપી લઈને બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ ચલાવી છે.