For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉનાના મોટા ડેસર અને સિલોજમાં આતંક મચાવનાર હથિયારધારી ગેંગ ઝડપાઈ

01:47 PM Apr 14, 2025 IST | Bhumika
ઉનાના મોટા ડેસર અને સિલોજમાં આતંક મચાવનાર હથિયારધારી ગેંગ ઝડપાઈ

Advertisement

એલ.સી.બી. ઇ.ચા.પોલીસ ઇન્સપેકટર તથા પો.સબ.ઇન્સ એ.સી.સીંધવ એલ.સી.બી. ટીમને તથા ઉના પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ એન રાણાએ સર્વેલન્સ સ્ટાફને આપેલ સુચના અન્વયે ઉના પો.સ્ટે. વિસ્તારમાં તમામ ટીમો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી.ટીમ દ્વારા (1) લામધાર ગામના પાટીયા ડી.એસ.સી. સ્કુલ પાસેથી બાતમી હકીકત આધારે નીચે મુજબના કુલ-6 ઇસમોને વાયરલ થયેલ વીડીયો બતાવેલ ટોયોટા ઇનોવા કારGJ-18-AC-9252 મા હથીયાર સાથે રાખી નીકળતા પકડી પાડેલ તથા ઉના પોલીસ સર્વેલન્સ સ્ટાફ દ્વારા (2) દેલવાડા ગામે પેટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ બોલેરો ગાડી ચેક કરતા જેના રજી નં. GJ-15-VV-0738 વાળીમાં ધારદાર હથીયાર ધારીયુ સાથે નીચે મુજબનો ઇસમ મળી આવતા પુછપરછ કરતા ભુંડ પકડવા આવેલ હોવાનું જણાય આવેલ અને તમામની ઉડાણપુર્વક પુછપરછ કરતા થોડા દિવસ પહેલા મોટા ડેસર તથા સિલોજ ગામમાં રાત્રીના સમયમાં હથીયાર તથા બુકાનીધારી શંકાસ્પદ ઇસમો ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ડર તથા ભયનો માહોલ ઉભો કરી નીકળતા વિડીયો વાયરલ થયેલ તે બાબતે તેઓએ જણાવેલ કે તમામ અલગ અલગ વિસ્તાર માંથી ભુંડ પકડવા આવેલ હોવાનું જણાવેલ પોલીસે ગામના આગેવાનોની રજુઆત અન્વયે (1) રામુસીંગ સુલ્તાનસીંગ ટાંક શીખ સરદારજી રહે. વેરાવળ રીંગ રોડ (2) સમસેરસીંગ ઉર્ફે સેરૂૂસીંગ કાલુસીંગ બાવરી શીખ સરદારજી રહે. વેરાવળ રીંગ રોડ (3) વિરસીંગ કાલુસીંગ બાવરી શીખ સરદારજી રહે. વેરાવળ રીંગ રોડ(4) સોનુસીંગ હરનામસીંગ બાવરી શીખ સરદારજી રહે. વેરાવળ રીંગ રોડ (5) વિશાલભાઇ વિજયભાઇ સોલંકી રહે.વેરાવળ (6) કાનાભાઇ લખમણભાઇ મેળોદા ખાંટ દરબાર રહે.વેરાવળની ધરપકડ કરવામાં આવી હતી. ટોયોટા ઇનોવા કાળા કલરની રજી. નં. GJ-18-AC-9252 વાળી ફોર વ્હીલ કારની કી.રૂૂ.1,00,000/-(2) લોખંડના પાઇપ નંગ-2 જે એક પાઇપની કી.રૂૂ.50/- મળી કુલ કી.રૂૂ.100/- (3) એલ્યુમીનીયમનો પાઇપ નંગ-1 કી.રૂૂ.100/- (4) સ્ટીલની પટ્ટી નંગ-1 કી.રૂૂ.100/- એમ કુલ-4 હથીયારની કી.રૂૂ.300/- તથા ફોર વ્હીલ મળી કુલ કી.રૂૂ.1,00,300/-કબ્જે કરેલ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement