For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના નાની વાવડી ગામે બે પરિવારો વચ્ચે સશસ્ત્ર અથડામણ

12:14 PM May 29, 2025 IST | Bhumika
મોરબીના નાની વાવડી ગામે બે પરિવારો વચ્ચે સશસ્ત્ર અથડામણ

પ્રેમ સંબંધમાં મારામારી થતા સામસામી ફરિયાદ નોંધાઇ

Advertisement

નાની વાવડી ગામે પ્રેમસંબંધ મામલે બઘડાટી બોળી ગઈ હતી જેમાં બે પરિવારોએ લાકડાના ધોકા અને પથ્થર વડે સામસામે મારામારી કરતા બન્ને પક્ષે પાંચ વ્યક્તિને ઈજા પહોંચી હતી એ ડીવીઝન પોલીસે બંને પક્ષની સામસામી ફરીયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

મોરબીના વાવડી રોડ કબીર આશ્રમ પાસે રહેતા નરેશ વિનોદભાઈ પરમારે આરોપીઓ વિષ્ણુ વાસુદેવ પરમાર, વાસુદેવ પરમાર, રંજનબેન વાસુદેવ પરમાર અને જીગ્નેશ જગદીશ નકુમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના મામાની દીકરી લક્ષ્મી ઉર્ફે પૂજા સાથે આરોપી વિષ્ણુને પ્રેમસંબંધ હોવાનો ખાર રાખી ફરિયાદીના ભાઈ સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી જેથી સમજાવવા જતા ફરિયાદી નરેશને માથામાં પથ્થરનો છૂટો ઘા મારી ઈજા કરી હતી તેમજ રમેશભાઈને ધોકો મારી ઈજા કરી ગીતાબેનને ધોકો મારી ઈજા કરી ધીરૂૂભાઈને ધોકા વડે ઈજા કરી હતી.

Advertisement

સામાપક્ષે રંજનબેન વાસુદેવ પરમારે આરોપીઓ પ્રકાશ માધુ કંજારીયા, મયંક ઉર્ફે ઉમેશ વીનું પરમાર, માધુ કેસુ કંજારીયા અને ધીરૂૂ ઉર્ફે ધીરજ ગોવિંદ હડીયલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના દીકરાને આરોપીની બહેન સાથે પ્રેમસંબંધ હોય જે બાબતે અગાઉ સમાધાન થઇ ગયું હતું અને આજે ફોનમાં બોલાચાલી કરી જેનો ખાર રાખી ફરિયાદીના દીકરાને આરોપીઓએ ઘરની બહાર બોલાવી ગાળો આપી ઢીકા પાટું માર મારી અને ફરિયાદી રંજનબેન અને પતિ વાસુદેવભાઈ છોડાવવા જતા માથામાં ધોકો મારી પતિ વાસુદેવને ધોકો મારી અને દીકરા વિષ્ણુને માર મારી ઈજા પહોંચાડી હતી સીટી એ ડીવીઝન પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement