આરંભડાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો: બે ફરાર
પોલીસે રૂા.1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. ટી.સી. પટેલની સુચના મુજબ મીઠાપુર પોલીસ મથકના પી.એસ.આઈ. એમ.આર. સવસેટાની ટીમ દ્વારા ગઈકાલે શુક્રવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન આરંભડાના દેવપરા વિસ્તારમાં રહેતા મહેશ જેઠાભાઈ ચાનપા નામના 39 વર્ષના શખ્સને 184 બોટલ પરપ્રાંતિય શરાબના જથ્થા સાથે દબોચી લેવામાં આવ્યો હતો.
આ દરોડામાં પોલીસે રૂૂ. 92,000 ની કિંમતના દારૂૂ તેમજ રૂૂ. 10,000 ની કિંમતના એક મોબાઈલ ફોન મળી કુલ રૂૂ. 1,02,000 નો મુદ્દામાલ કબજે કરી, ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ પ્રકરણમાં જામનગરનો અમિત સાદીયા તેમજ એક અજાણ્યો શખ્સ મળી બે શખ્સો ફરાર જાહેર થયા છે.આ સમગ્ર કામગીરી પી.એસ.આઈ. એમ.આર. સવસેટા, હેડ કોન્સ્ટેબલ રણવીરસિંહ જાડેજા ભુપેન્દ્રસિંહ જાડેજા તથા ધર્મદીપસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.