ધ્રાંગધ્રાના રાજમહેલમાંથી લાખોના એન્ટિક પીસની ચોરી
ધાંગધ્રા ના તળાવની પાળ પાસે આવેલો રાજમહેલમાં અજીત વિલાસ પેલેસ માં કોઈ અજાણ્યો શકશો પાછળથી આવી અને તાળા તોડી અંદર પડેલા એન્ટીક સામાનની ચોરી કરી લઈ ગયા નો બનાવ બનતા રાજમહેલ ના કર્મચારીઓ દ્વારા ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આમ એન્ટિક સામાન ચોરી થયો હોવાથી લાખો નો એન્ટિક સામાન્ય ચોરાઇ ગયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે રાજપરિવાર આવ્યા બાદ ચોરી આંકડો બહાર આવશે.
ધાંગધ્રા સુરેન્દ્રનગર ના તળાવની પાર પાસે આવેલા અજીત વિલાસ પેલેસ રાજમહેલ ની અંદર વારંવાર ચોરીના બનાવો બને છે ત્યારે આ રાજમહેલ ની અંદર પાછળના ભાગેથી કોઈ ઘૂસી અને પાછળનો ગેટ તોડી અંદર પડેલા એન્ટિક સામાન્ ચોરી કરીને લઈ ગયા નું જાણવા મળતા રાજમહેલ ના કર્મચારી અનિરુદ્ધસિંહ ઝાલા અને સુધીરભાઈ પટેલ દ્વારા ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે આ અંગેની જાણ કરી ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે લખાય છે.
ત્યાં સુધીમાં હજી કોઈ આંકડો ફરિયાદ મા આંકડો જાણવામાં નથી મળ્યો ત્યારે આ ધાંગધ્રા રાજમહેલના રાજપરિવાર આવ્યા બાદ ચોરી નો આકડો બહાર આવશે હ કેટલી ચોરીનો બનાવો બન્યો જણાશે સીટી પોલીસ જાણ કરવામાં આવી છે આ લાખો રૂૂપિયાનું એન્ટિક સામાન ચોરી થયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે ત્યારે આમ વારંવાર ચોરીનો બનાવ બનતા ચકચાર મચી ગયો છે ત્યારે પોલીસ દ્વારા પણ આ અંગેની તપાસ ની કામગીર હાથ ધરવામાં આવી છે.
રાજમહેલમાં અગાઉ ત્રણ વાર ચોરીના બનાવ બન્યા છે
ધાંગધ્રા રાજમહેલમાં અગાઉ પણ ત્રણવાર ચોરીના બનાવો બન્યા છે ધાંગધ્રા રાજમહેલ ની અંદર વારંવાર ચોરીના બનાવો બને છે ત્યારે રાજમહેલમાં બે થી ત્રણ સીસીટીવી કેમેરા અને અમુક ચોકીદારો રાખવામાં આવ્યા છે પણ જગ્યા મોટી હોવાથી ચોરને મોકળુ મેદાન સમ છે વારંવાર ચોરીના બનાવો બને છે અને આ ચોરીની અંદર અગાઉ પણ ધાંગધ્રા ની તસ્કર ગેગ રાજમહેલ ને નિશાન બનાવે છે ઝડપાઈ પણ હતી અને મુદ્દામાં રિકવર કરવામાં આવ્યો હતો.