For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખાનગી હોસ્પિટલની મહિલાકર્મી ઉપર દુષ્કર્મ આચરનાર વિધર્મીની આગોતરા જામીન અરજી રદ

04:24 PM May 28, 2025 IST | Bhumika
ખાનગી હોસ્પિટલની મહિલાકર્મી ઉપર દુષ્કર્મ આચરનાર વિધર્મીની આગોતરા જામીન અરજી રદ

ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી અને ખાનગી દવાખાના નોકરી કરતી મહિલાને લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચરવાના ગુનાના પોલીસ ધરપકડની દેહશતથી કરેલી વિધર્મીની આગોતરા જામીન અરજી અદાલતે નામંજૂર કરતો હુકમ કર્યો છે.

Advertisement

આ કેસની હકીકત મુજબ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી અને ક્લિનિકમાં નોકરી કરતી મહિલાને પ્રેમ સંબંધમાં ફસાવી અને લગ્નની લાલચ આપી ભગવતીપરા વિસ્તારમાં રહેતા અહેમદ હનીફભાઈ ગલેરીયા નામના શખ્સ અવારનવાર શરીર સંબંધ બાંધી અંગેની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપી અહેમદ હનીફભાઈ ગેલેરીયાએ ધરપકડથી બચવા માટે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહી અને આરોપીની આગોતરા જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે આરોપી સામે સમાજ વિરોધી ગુનો છે અને આવા ગંભીર ગુનામાં આરોપીને આગોતરા જામીન આપવા જોઈએ નહીં જો તેમને આગોતરા જામીન આપવામાં આવશે તો તે ફરિયાદી તેમજ સાક્ષીઓને હેમ્પર ટેમ્પર કરશે અને પોલીસ તપાસ ચાલુ હોય તેથી આગોતરા જામીન આપવા જોઈએ નહીં તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ પી.જે. તમાકુવાળાએ આરોપીની આગોતરા જામીન અરજી રદ કરી છે આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement