કર્મચારી યુવતી ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં પેઢીના ભાગીદારની આગોતરા જામીન અરજી રદ
સોનીબજારની ગણેશ ગોલ્ડ પેઢીમાં માર્કેટિંગનું કામ કરતી મહિલાએ ગઈ તા. 5/ 9/ 2022ના રોજ અલ્પેશ મહેન્દ્રભાઈ ભીંડી અને અમિત મહેન્દ્રભાઈ ભીંડી (રહે. સાધુવાસવાણી રોડ, રાજ પેલેસ ચોક, સંકલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા અને ધંધો 302, જે.પી. ટાવર-સી, સવજીભાઈની શેરી, સોનીબજાર રાજકોટ) સામે ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમાં ભોગ બનનાર મહિલાને ધંધાના હીસાબ માટે અલ્પેશ ભીંડીએ રહેણાંકના મકાને બોલાવી બળજબરીથી બળત્કાર ગુજારી ન્યુડ ફોટા પાડી લઈ બાદમાં વાઈરલ કરી દેવાની ધમકી દઈ વધુ બે વખત બળાત્કાર ગુજારવા તથા ભોગ બનનારના માસીના મકાનનો કબ્જો લઈ લેવાની ધમકી આપી બળજબરીથી શરીર સબંધ બાંધ્યા હોવા ઉપરાંત સહઆરોપી અમિત ભીંડીએ પણ તેના ભાઈ અલ્પેશના મોબાઈલમાં રહેલ ભોગ બનનારના નગ્ન ફોટા વાઈરલ કરી દેવાની અને સાટાખતવાળા મકાનનો કબ્જો લઈ લેવાની અને સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી ભોગ બનનારને બે વખત ફલેટે બોલાવી ભોગ બનનારની મરજી વિરૂૂધ્ધ બળજબરીથી બળાત્કાર ગુજારેલ હોવાનું જણાવ્યું હતું.
આ ગુનો નોંધાતા પોલીસની કાર્યવાહીમાં બંને આરોપીઓ પૈકી અમિત મહેન્દ્રભાઈ ભીંડીની જે તે વખતે ધરપકડ કરવામાં આવી હતી.
પરંતુ બીજો આરોપી અલ્પેશ મહેન્દ્રભાઈ ભીંડીએ ત્રણ વર્ષ સુધી નાસતા ફરતા રહ્યા બાદ પોતાની સંભવીત ધરપકડ ટાળવા માટે રાજકોટની સેશન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જે અરજી નામંજૂર કરાવવા સરકારી વકીલ પરાગ શાહ તથા મુળ ફરીયાદી ભોગ બનનાર વતી એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા એવી રજુઆત કરવામાં આવેલ કે, અરજદારનું એફ.આઈ.આર.માં નામ તથા સ્પેશીફીક રોલ છે, અરજદાર ત્રણ વર્ષથી નાસતા ભાગતા ફરે છે, હાજરી સિકયોર્ડ નથી, કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન વગર ગુન્હાના મુળ સુધી પહોંચી શકાય તેમ નથી, અરજદાર તથા તેના ભાઈઓ પ્રથમ શ્રીગણેશ ગોલ્ડ નામની ભોગ બનનારના પિતાની પેઢીમાં રકમ મોકલી ભાગીદાર થઈ બાદ કુળકપટ કરી પેઢીમાંથી નસ્ત્રશ્રીસ્ત્રસ્ત્ર કાઢી નાખી ગણેશ ગોલ્ડ નામ રાખી પેઢી પણ પડાવી લીધેલ હતી અને ભોગ બનનારને તેજ પેઢીમાં નોકરી કરવી પડે તેવા સંજોગો ઉભા કર્યા હતા. તેમજ ભોગ બનનાર ઉપર યોજનાબધ્ધ રીતે કાવતરું કરી બ્લેક મેઇલિંગ દ્વારા અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો.
તેમજ ભોગ બનનાર અને પરિવાર ઉપર અનેક જોરજુલમ કરી સામૂહિક આત્મહત્યા કરવી પડે તેવા સંજોગો ઊભા કર્યા હતા. આ તમામ રજુઆતો પોલીસ પેપર્સ, ત.ક.અધીકારીનું સોગંદનામું, મુળ ફરીયાદીના વાંધા લક્ષે લઇ અદાલતે આરોપી અલ્પેશ મહેન્દ્રભાઈ ભીંડીની આગોતરા જામીન અરજી નામંજુર કરતો હુકમ ફરમાવ્યો છે. આ કામમાં ભોગ બનનાર વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, યુવરાજ વેકરીયા, ભાવીન ખુંટ, જસ્મીન દુધાગરા, જય પીઠવા, તથા મદદમાં નીરવ દોંગા, આર્ષન કોરાટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ તથા સરકાર તરફે પરાગ શાહ રોકાયા હતા.