અપહરણ, મારામારી અને એટ્રોસિટીના કેસમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર
શહેરના મવડી વિસ્તારમાં આવેલા નવલનગરમાં યુવાનનુ અપહરણ કરી મૂછો અને વાળ કાપી માર મારવાના ગુનામા પોલીસ ધરપકડની દેહશતથી કરેલી સંદિપ મછોયાની આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.
વધુ વિગત મુજબ શહેરના નવલનગર વિસ્તારમાં રહેતા હિતેષ ધનજીભાઈ રાઠોડનુ અપહરણ કરી અડધી મુંછ કાપી નાંખી, માથાના વાળ ખેંચી ખુબ હથિયારો વડે માર મારી ઈજા અંગેની તા.01/10/2025 ના રોજ અલ્તાફ શેખ, હશેનભાઈ, રૂૂબી હુશેનભાઈ, સંદિપ ભીખાભાઈ અને અજાણ્યા શખ્સો વિરૂૂધ્ધ એટ્રોસીટી અને મારા મારીની કલમ મુજબ માલવયા નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસ ધરપકડથી બચવા આરોપી ગાંધીગ્રામના જીવંતીકા નગર રહેતા સંદિપ ભીખાભાઈ મછોયા એ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.
બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલ સમીર એમ. ખીરાએ કાયદાકીય દલીલો કરતાં જણાવેલ કે, એટ્રોસીટી એકટમાં નવા સુધારાની કલમ-18એ(2) મુજબ આગોતરા જામીન આપવાની જોગવાઈ નથી પ્રાઈમાફેસી કેસ છે જે દલીલો ધ્યાને લઈ સેશન્સ કોર્ટે એ સંદિપ મછોયાની આગોતરા જામીન અરજી રદ કરી છે.
આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ સમીર એમ. ખીરા રોકાયેલા હતા.