કોડીનારમાં અસામાજિક તત્ત્વોમાં ફફડાટ: ચાર બૂટલેગરોને પાસા તળે જેલ હવાલે કરાયા
ગીર સોમનાથ જિલ્લા અને કોડીનાર તાલુકામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂૂપે ગેરકાયદેસર દારૂૂની હેરાફેરી જેવી અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈસમો વિરૂૂદ્ધ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને જિલ્લા મેજિસ્ટ્રટ દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવતા કોડીનાર ના 4 બૂટલેગરો જેમાં બે દિવસ પૂર્વે એક સાથે 3 આરોપીઓ અને આજે વધુ 1 આરોપી મળી કુલ 4 દારૂૂ ના આરોપીઓને પાસા ધારા હેઠળ જેલ હવાલે કરતાં અસમાજિક તત્વો માં ફફડાટ ફેલાયો છે.
આ અંગે ની વિગત મુજબ કોડીનાર તાલુકાના રહેવાસી ક્રિશ ઉર્ફે કારિયો બાલુભાઈ કામળીયા , નિતેશભાઈ દાનાભાઈ ભાલિયા,સરજમીનખાન મજીદખાન પઠાણ અને મોહસીન શબ્બીર મન્સૂરી ઉર્ફે તાવડે નામના શખ્સો ભારતીય બનાવટ ના દારૂૂ-બિયર સાથે કિ.રૂૂ.5,64,300/- પ્રોહીબીશન નાં મુદ્દામાલ સાથે દારૂૂ ની હેરફેર કરવાની પ્રવૃતિમાં પકડાયેલા હોય અને આ ઈશમો ભવિષ્યમાં પણ આવી ગુન્હાહિત પ્રવૃત્તિ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂૂપ થવાના તેમજ તેની આવી ગેરકાયદેસરની પ્રવુત્તિથી લોકોના જાહેર સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પહોંચતી હોય તેવા કારણો જણાતા તેને આવા જાહેર સુલેહશાંતી વિરુદ્ધનાં કૃત્ત્યો કરતો અટકાવવા માટે ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ એ તા.25/04/2025ના ક્રિશ ઉર્ફે કારિયો બાલુભાઈ કામળીયા , નિતેશભાઈ દાનાભાઈ ભાલિયા અને સરજમીનખાન મજીદખાન પઠાણ અને મોહસીન શબ્બીર મન્સૂરી ઉર્ફે તાવડે ની પાસા ધારા હેઠળ અટકાયત કરવા હુકમ કરતા કોડીનાર પોલીસે તમામ આરોપીઓને પકડી પાડી અમદાવાદ, સુરત અને વડોદરા એમ રાજ્યની અલગ અલગ જેલ હવાલે કરતાં કોડીનારના અસમાજિક તત્વો માં ફફડાટ ફેલાયો છે.