ગુજરાતમાં અસામાજિક તત્તવો બેફામ બન્યા, શામળાજી-મોડાસા હાઇવે પર બસ પર પથ્થરમારો
શામળાજી મોડાસા હાઇવે પર અસામાજિક તત્વો બેફામ બન્યા છે,મોડી રાત્રે મોટી ઇસસરોલ પાસે ચાલુ વાહનો પર પથ્થરમારો કર્યો હોવાની વાત સામે આવી છે.ખાનગી લકઝરી બસ અને ટ્રક પર પથ્થરમારો કરી અસામાજિક તત્વો ફરાર થઈ ગયા હતા જેમાં ત્રણ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે અને વાહનોના કાચ પણ તૂટયા છે.પોલીસે પથ્થરબાજોની શોધખોળ કરી શરૂૂ.શામળાજી મોડાસા હાઈવે પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો છે,ટ્રક અને ખાનગી લકઝરી બસ રોડ પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન આ પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે,અચાનક પથ્થરમારો થવાથી મુસાફરો પણ ગભરાઈ ગયા હતા,મોટા પથ્થરો હોવાથી કાચ પણ તૂટયા હતા જેને લઈ મુસાફરોને મોઢાના તેમજ હાથના ભાગે ઈજા પહોંચી હતી,ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અને પોલીસે આસપાસના ગામોમાં શોધખોળ શરૂૂ કરી હતી.
સમગ્ર ઘટનામાં પોલીસે અજાણ્યા વ્યકિતઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે,ઘટનાની જાણ થતાની સાથે જ ટીંટોઈ પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ શરૂૂ કરી છે,આસપાસના ગામોમાં અસામાજિક તત્વો હોય તેની પૂછપરછ શરૂૂ કરી છે અને ટૂંક સમયમાં પોલીસ આરોપીઓને ઝડપી લેશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે,પોલીસના રાત્રિના પેટ્રોલિંગ પર પણ સવાલ ઉભા થાય છે,જો પોલીસનું પેટ્રોલિંગ આ રોડ પર હોય તો આવી ઘટના કદાચ થતા અટકી ગઈ હોત.
ઘટનાની જાણ થતાની સાથે જ આસપાસના ગામોમા પોલીસનું પેટ્રોલિંગ રાઉન્ડ ધ કલોક ચાલુ થઈ ગયું છે અને આજ દિન સુધીમાં આરોપીઓ હાથે ઝડપાઈ જાય તેવી કવાયત કરવામાં આવી રહી છે,અરવલ્લી જિલ્લામાં ઘણી વાર આવી ઘટનાઓ બને છે જેમાં અચાનક વાહનચાલકો પર પથ્થરમારો કરવામાં આવે છે,બનાસકાંઠાના દાંતા જિલ્લામાં પણ આવી ઘટના બને છે,ત્યારે મુસાફરો તમે પણ આ રોડ પર નિકળો તો તમારે પણ ધ્યાન રાખવું જરૂૂરી છે નહીતર તમારે પણ આ પથ્થરોનો સામનો કરવો પડશે.