રાજકોટમાંથી વધુ એક રિક્ષા ગેંગ પકડાઇ, ચાર ચોરી કર્યાની કબૂલાત
રૈયા ટેલિફોન એક્ષચેંજ પાછળ ભીડભંજન સોસાયટીમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા મુકેશભાઈ સોલંકી (ઉ.વ.41)ને ભેટી ગયેલી રિક્ષા ગેંગે રૂૂા. 15500 તફડાવી લીધા હતા. માલવીયાનગર પોલીસે ગુનો નોંધી રિક્ષા ગેંગના બે સભ્યોને ઝડપી લેતાં ચાર ચોરી કબુલી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મુકેશભાઈ ગઈ તા.21ના રોજ બપોરે ગોંડલ ચોકડીએથી ઘરે જવા માટે રિક્ષામાં બેઠા હતા. તે વખતે રિક્ષામાં એક પેસેન્જર અગાઉથી બેઠો હતો. જેણે રસ્તામાં ઉલટી-ઉબકાનું નાટક કરી મુકેશભાઈના ખીસ્સામાંથી રૂૂા. 15500 તફડાવી લીધા બાદ પુનિતનગરના ટાંકા નજીક તેને ઉતારી દીધા હતા.જે અંગે માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં તપાસના અંતે પોલીસે રિક્ષા ગેંગના બંને સભ્યોને ઝડપી લીધા હતા. જેમાં ધનજી ઉર્ફે ધનો ઉર્ફ કાળો ચોર દેવજીભાઈ ડેડાણી (ઉ.વ.42, રહે. ઘનશ્યામ સોસાયટી, પોપટપરા સ્મશાન સામે) અને સુનિલ મોહનભાઈ પેરવાણી (ઉ.વ.45, રહે. આસ્થા ચોક / રેલનગર)નો સમાવેશ થાય છે.બંને આરોપીઓએ ગોંડલ ચોકડી પાસેથી છેલ્લા અઠવાડીયામાં ત્રણેક પેસેન્જરોને બેસાડી તેમના ખીસ્સામાંથી રૂૂા.2500, રૂૂા.4700 અને રૂૂા.13300 ચોરી કર્યાની કબુલાત આપી છે. જોકે આ અંગે ગુના દાખલ થયા નથી.
આરોપી ધનજી ઉર્ફે ધનો લાંબો ગુનાઈત ઈતિહાસ ધરાવે છે.તેના વિરૂૂધ્ધ ચોરી, દારૂૂ, જુગાર સહિત 15 ગુના શહેરના જુદા-જુદા પોલીસ મથકોમાં નોંધાયેલા છે. બીજા આરોપી સુનિલ વિરૂૂધ્ધ ત્રણેક ગુના નોંધાયેલા છે.બંને આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રૂૂા.15,500 અને ગુનામાં વપરાયેલી ઓટો રિક્ષા કબજે કરી હતી.આ કામગીરી પીઆઈ જે.આર.દેસાઇની રાહબરીમાં પીએસઆઇ એમ.જે.ધાધલ તથા એ.એસ.આઇ. હીરેનભાઇ પરમાર,અજયભાઈ વિકમા, દિનેશભાઇ બગડા,મનીષભાઇ સોઢીયા,ભાવેશભાઇ ગઢવી, મયુરદાન બાટી, જયદિપસિંહ ભટ્ટી, ચિત્રકેતુસિંહ ઝાલા, અમરદિપસિંહ જાડેજાએ કરી હતી.