ભાવનગરમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ
ભાવનગરના તળાજા પોલીસ મથકમાં આજે દુષ્કર્મ ની ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદી હાલ પુખ્તવયના છે પરંતુ તે જ્યારે સગીર વયના હતા તે સમયે આરોપી ફરિયાદી સગીર વયની છે તેમ જાણતો હોવા છતાંય શારીરિક છેડછાડ,અડપલા અને અલગ અલગ સ્થળે લઈ જઈ ને મરજી વિરુદ્ધ શારીરિક સબંધો અનેક વખત બાંધ્યા હોવાના આરોપ સાથેની ફરિયાદ નોંધી તળાજા પોલીસે આરોપી ની શોધખોળ હાથ ધરી છે.
તળાજા પોલીસ પાસે થી જાણવા મળતી વિગતો મુજબ હાલ ઘરકામ કરતી 19 વર્ષીય યુવતીએ જુના શોભાવડ ગામના નરેશ ઉર્ફે અંકુર વેલજીભાઈ મકવાણા વિરુદ્ધ નોંધાવી છે. ગુન્હા ની શરૂૂઆત ગત તા.21/8/2019 ના રોજ થઈ હતી જે 12/12/24 સુધી ચાલી હતી.પ્રથમ વખત ભોગ બની ત્યારે ફરિયાદી પંદરેક વર્ષ ની હોવી જોઈએ.આરોપી પુખ્તવય નો હોય અને તે જેની સાથે શારીરિક અડપલા અને અલગ અલગ સ્થળે લઈ જઈ સંબધો બાંધે છે તે સમયે ફરિયાદી સગીર હોવા છતાંય પાંચ વર્ષ દરમિયાન અનેક વખત મરજી વિરુદ્ધ સબંધ બાંધ્યા છે.
જેમા વિડિઓ ઉતારી ને સબંધ નહીં બાંધે તો બદનામ કરવાની ધમકી આપી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. પોલીસ મોબાઇલમા ઉતારેલ વિડિઓ બાબતે ખરાઈ કરી ને પુરાવાના ભાગ રૂૂપે કબજે લેવામાં આવશે.પાંચ વર્ષ અનેક વખત સબંધ બાંધેલ તેમાં ભાવનગર પણ લઈ જવામાં આવેલ હોવાનું સતાવાર સાધનોએ જણાવ્યુ હતું.આરોપી નરેશ મકવાણા હાલ પરણિત છે.