For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વધુ એક પોલીસ કર્મચારીને કચડી નાખવાનો પ્રયાસ, બુટલેગર ટેણી વિરૂધ્ધ નોંધાતો ગુનો

11:05 AM Nov 14, 2024 IST | Bhumika
વધુ એક પોલીસ કર્મચારીને કચડી નાખવાનો પ્રયાસ  બુટલેગર ટેણી વિરૂધ્ધ નોંધાતો ગુનો
Advertisement

સુરતનાં ભેસ્તાનના પોલીસકર્મીને કારથી કચડી મારવાનો બુટલેગર દ્વારા પ્રયાસ કરવામા આવ્યો છે. ભેસ્તાન હયાત નગર ખાતે હિન્દ હોટલ સામે ગત મધ્ય રાત્રીનાં સમયે થતાં ઝઘડા દરમિયાન ટોળાને વિખેરવા ગયેલાં ભેસ્તાન પોલીસકર્મીઓ સાથે સ્કોર્પીયો કાર ચાલકે ઝપાઝપી કરી સરકારી ફરજમાં અડચણ કરી કરી હતી. દરમિયાન પીસીઆર બોલાવતાં સ્કોર્પિયો ચાલકે પ્રથમ ડ્રાઈવર સાઈડ નાં દરવાજા અને ત્યારબાદ રિવર્સ લઈ પીસીઆરની પાછળનાં ભાગે પૂરઝડપે પોતાની કાર વડે ટક્કર મારી પોલીસકર્મીને જાનથી મારી નાંખવાની કોશિશ કરી હતી.બાદ પીસીઆરને 25 હજારનું નુકસાન પહોંચાડી સ્કોર્પીયો કાર ચાલક ભાગી ગયો હતો.

ગત મધ્યરાત્રી બાદ આશરે 1:30 વાગ્યાનાં અરસામાં હયાત નગર ખાતે ની હિન્દ હોટલ સામે સ્કોર્પીયો કાર નં. જીજે 05 આરવી 0278 નાં ચાલકનો કોઈ સાથે ઝઘડો થતો હોવાથી લોકટોળું એકઠું થયું હતું. એ.એસ.આઈ રીતેશભાઈ મોહનભાઈ અને અલોર પોકો ગુંજનકુમાર ભરતભાઈ દ્વારા ટોળાને વિખેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે વેળા સ્કોર્પિયો ચાલક દ્વારા બંને પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી સરકારી ફરજમાં ખલેલ પહોંચાડવામાં આવી હતી.

Advertisement

જેથી, પોલીસકર્મી દ્વારા કોલ કરવામાં આવતાં પીસીઆર-18 ગાડી નં. જીજે 05 જીવી 1542 બનાવ સ્થળે પહોંચતી નજરે પડતાં સ્કોર્પિયો ચાલક દ્વારા પોતાની સ્કોર્પીયો પુરઝડપે ચલાવી પીસીઆર હંકારી રહેલાં અહેકો ભાવીનભાઈ તરફનાં દરવાજા તરફ ટક્કર મારવામાં આવી હતી.બાદ ગાડીમાં બેસેલા પોલીસકર્મીઓને જાનથી મારી નાંખવાના ઇરાદે ફરીવાર પોતાની કાર રિવર્સ લઈ પાછળના ભાગે ટક્કર મારી ભાગી ગયો હતો. બનાવનાં પગલે પીસીઆર ગાડીને રૂૂ. 25 હજાર જેટલું નુક્શાન થયું હતું.

બનાવ સંદર્ભે ભેસ્તાન પોલીસ દ્વારા પીસીઆર- 18 નાં ડ્રાયવર અહેકો ભાવિનભાઈ દિલીપભાઈ ગઢવીની ફરિયાદ લઈ સ્કોર્પીયો નાં રજીસ્ટ્રેશન નંબર ઉપરાંત સ્થાનિક લોકો દ્વારા મળેલી જાણકારી મુજબ યુનુશ ઉર્ફે ટેણી મુજફફર પઠાણ નામનાં સ્કોર્પીયો ચાલક વિરૂૂદ્ધ બી.એન.એસ ની કલમ 109, 132, 221, 281 તથા 324 (4) અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદ સંદર્ભેની તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર વી.એમ દેસાઈ કરી રહ્યાં છે.હાલ પોલીસ દ્વારા અલગ ચાર ટીમો બનાવી આરોપીનો શોધી કાઢવા તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement