ઘર કંકાશથી વધુ એક હત્યા, પતિએ છરીના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી
ઇન્સ્ટાગ્રામમાં પરિચય થયો, પ્રેમ પાંગર્યા બાદ ચાર વર્ષ પહેલા લવમેરેજ કર્યા હતા : આરોપીની ધરપકડ
લગ્ન બાદ ઝઘડા વધ્યા, કંટાળેલી પત્ની બહેનપણીના ઘરે રહેવા જતી રહેતા છરીના 12 ઘા ઝીંકી વેંતરી નાખી
શહેરમાં વધુ એક વખત ઘરકકાશને કારણે હત્યાનો બનાવ સામે આવ્યો છે.થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતિએ જ પત્નીને છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવતા ચકચાર મચી છે.વધુ વિગતો મુજબ,દૂધસાગર રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડ,આકાશદીપ સોસાયટીમાં શેરી નંબર 10 ખાતે આવેલા બિપિનભાઈ પીઠવાના મકાનમાં બન્યો હતો.નિલેશ્વરી યોગેશભાઈ બોરીચા નામની 27 વર્ષની પરિણીતાની તેના જ પતિ યોગેશ બોરીચા દ્વારા છરીના આડેધડ ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.બનાવની જાણ થતાં જ થોરાળા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આરોપી પતિ યોગેશની તુરંત ધરપકડ કરી હતી.પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ પારિવારિક ઝઘડા એટલે કે ઘરકંકાશ હોવાનું જાણવા મળ્યું છે.
મળતી વિગતો અનુસાર, મૃતક નિલેશ્વરી અને આરોપી યોગેશના લગ્ન આશરે ચાર વર્ષ પૂર્વે થયા હતા. નિલેશ્વરી મૂળ અમદાવાદની રહેવાસી છે. પાંચ વર્ષ પૂર્વે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.પરિચય ગાઢ બનતાં તેમની વચ્ચે મિત્રતા અને ત્યારબાદ પ્રેમસંબંધ બંધાયો હતો.આખરે, બંને પરિવારોની સહમતી બાદ નિલેશ્વરી અને યોગેશે લગ્ન કરીને પોતાનું નવું જીવન શરૂૂ કર્યું હતું.
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, ઘર કંકાસ એટલો વધી ગયો કે રાજકોટના ભગવતી પરા વિસ્તારમાં આવેલી બોરીચા સોસાયટીમાં પોતાના સાસરીયામાં રહેતી નિલેશ્વરીએ છેલ્લા 4 દિવસથી પોતાના પતિનું ઘર છોડી દીધું હતું. તે દૂધસાગર રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતી તેની બહેનપણી જલ્પાના ઘરે રહેવા જતી રહી હતી. રવિવારે સવારના અરસામાં યોગેશ બોરીચા પોતાની પત્ની નિલેશ્વરી જે જગ્યાએ રોકાઈ હતી, તે તેની બહેનપણી જલ્પાના ઘરે પહોંચ્યો હતો. ઘરમાં આવતાની સાથે જ પતિ-પત્ની વચ્ચે ફરી ઉગ્ર બોલાચાલી શરૂૂ થઈ ગઈ હતી. આ ઝઘડાએ એટલું મોટું સ્વરૂૂપ ધારણ કર્યું કે ઉશ્કેરાયેલા યોગેશે પોતાની પાસે રહેલી છરી કાઢી અને આડેધડ ઘા પોતાની પત્ની નિલેશ્વરીને ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં નિલેશ્વરી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી.પત્ની પર જીવલેણ હુમલો કર્યા બાદ આરોપી યોગેશ સ્થળ પરથી તરત જ ફરાર થઈ ગયો હતો.
ઘટના બન્યા બાદ નિલેશ્વરીની બહેનપણી જલ્પા દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.જ્યાં સારવાર દરમિયાન તેણીનું કરૂૂણ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.બનાવને પગલે પરિવાર સહિત સોસાયટીમાં ગમગીની છવાઈ ગઈ છે અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.આ ઘટનામાં મૃતકના અમદાવાદ રહેતા ભાઈ પ્રથમસિંહ ઉર્ફે પથુભા શક્તિસિંહ દિપુભા ઝાલા(ઉ.24)એ બનેવી યોગેશ બાબુભાઈ બોરીચા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
યોગેશ વિરુદ્ધ અગાઉ મારામારી અને દારૂના ગુના નોંધાઈ ચૂક્યા છે
પતિ યોગેશ બોરીચા લગ્નબાદ કંઈ કામ-ધંધો કરતો ન હતો, જેના કારણે પરિવારમાં આર્થિક સંકડામણ રહેતી હતી.પોલીસે ઝડપી લીધેલા યોગેશ વિરૂૂધ્ધ મારામારી અને દારૂ સહિતના ગુના નોંધાયાનું પણ પોલીસે જણાવ્યું હતું
દોઢ મહિનામાં ગૃહકંકાશથી ચોથી હત્યા
જામનગર રોડ પર નાગેશ્વર સોસાયટીમાં બહેનપણીના ઘેર રહેતી તૃષાબેન પર ફાયરીંગ કરી પતિ લાલજીભાઈ પઢીયારે પણ આપઘાત કરી લીધો હતો જે બનાવના બે દિવસ બાદ પત્નીનુ પણ સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ. કોઠારીયા રોડ પર દારૂૂ પી અવાર નવાર ઘેર પત્નીને છરી સાથે ધસી આવી ડરાવતો પતિની પુત્ર અને પત્નીએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. ભગવતીપરામાં કોપરગ્રીનમાં રહેતા સ્નેહાબેન પાણીપુરી ખાવા નિકળ્યા બાદ હત્યા કરાયેલ લાશ મળી આવ્યાની ચકચારી ઘટનામાં પોલીસે તપાસ કરી પતિ હિતેષ આસોડીયાની ધરપકડ કરી હતી