રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નવલા નોરતામાં વધુ એક હેવાનિયત!!! વડોદરા બાદ સુરતના માંગરોળમાં સગીરા ઉપર ગેંગરેપ

11:01 AM Oct 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

નવરાત્રીના સપરમાં તહેવારોમાં વડોદરાના ભાયલીમાં સગીરા ઉપર ગેંગરેપની ઘટનાના પડઘા હજુ શાંત થયા નથી ત્યાં ગૃહમંત્રીના જિલ્લા સુરતના માંગરોળમાં સામુહિક દુષ્કર્મની ઘટના બનતા ભારે ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ માંગરોળના મોટા બોરસરા ગામે ગત મોડી રાતે સગીરા તેના મિત્ર સાથે અંધારામાં બેઠી હતી ત્યારે ત્રણ શખ્સોએ તકનો લાભ લઇ સગીરાના મિત્રને મારઝુડ કરી ભગાડી મુકયો હતો અને ત્યારબાદ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુ હતું.

વડોદરા જેવી ઘટના સુરતમાં પણ બની છે જેમાં સામૂહિક દુષ્કર્મ આરોપીઓ દ્રારા આચરવામાં આવ્યું છે.મોડી રાત્રે આ ઘટના બની છે,જેમાં સગીરા તેના મિત્રને મળવા જાય છે અને અવાવરૂૂ જગ્યા પર ત્રણ શખ્સો આવીને સગીરાના મિત્રને માર મારે છે અને તેને ભાગડી દે છે ત્યારબાદ આરોપીઓ દ્રારા બળજબરી પૂર્વક સગીરા સાથે દુષ્કર્મ કરવામાં આવે છે.હાલમાં પોલીસે ડોગ સ્કોવડની મદદથી આરોપીઓની શોધખોળ શરુ કરી છે,જિલ્લાની પોલીસ દ્રારા આસપાસના સીસીટીવી પણ ચેક કરવામાં આવ્યા છે. અને આરોપીઓને ઝડપી લેવા ભારે દોડધામ શરૂ કરી છે.

સગીરાએ ઘટનાની જાણ થતા પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસને જે ઘટના બની તેની આપવિતી જણાવી હતી,હાલ સગીરાને સારવાર હેઠળ ખસેડાઈ છે અને અલગ-અલગ રીપોર્ટ કરાવવામાં આવ્યા છે,જે મિત્રને માર મારવામાં આવ્યો છે તેનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે,ઘટનાની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે,આરોપીનું લોકેશન પણ ડમ્પડેટના આધારે નીકળી શકે છે,પોલીસે હાલ તપાસનો દોર ધમધમાટ કર્યો છે.

15 દી’માં દુષ્કર્મની 8 ઘટના

ગુજરાતમાં રાજ્યમાં હાલ નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. મહિલાઓ અને યુવતીઓ મોડે સુધી ઘરની બહાર ગરબે રમવા નિકળે છે. રાજ્ય સરકાર દ્વારા મોડે સુધી ગરબે રમવાની છૂટ પણ આપવામાં આવી છે. ત્યારે ગત 15 દિવસમાં 8થી વધુ બળાત્કારની ઘટનાઓ સામે આવી છે. વડોદરાના ભાલિયાના યુવતી સાથે સામૂહિક દુષ્કર્મનો રોષ શમ્યો નથી, ત્યાં તો રાજ્યના ગૃહમંત્રીના વિસ્તારમાંથી સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

Tags :
crimeGANG RAPEDgujaratgujarat newssuratsurat news
Advertisement
Next Article
Advertisement