ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગુજરાતમાં વિદેશી પાર્સલની આડમાં હાઇબ્રિડ ગાંજો ઘુસાડવાનું વધુ એક ષડયંત્ર પકડાયું

11:31 AM Aug 12, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

અમદાવાદ શાહીબાગ પોસ્ટ ઓફિસમાંથી રૂા.1.70 કરોડનો હાઇબ્રિડ ગાંજો કબજે

Advertisement

રાજકોટ, અમદાવાદ, વાપી, સુરત, દીવ અને દમણ પાર્સલ ડિલિવર કરવાના હતા

અમદાવાદ વિદેશથી આવતા પાર્સલમાં હાઇબ્રીડ ગાંજો મંગાવવના વધુ એક રેકેટનો પર્દાફાશ થયો છે. શાહિબાગ પોસ્ટ ઓફિસમાં સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગે સંયુક્ત ઓપરેશન દરમ્યાન વિદેશથી મંગાવેલ રૂા.1.70 કરોડની કિંમતનો હાઇબ્રીડ ગાંજો પકડી પાડવામાં આવ્યો હતો. અમેરીકા, કેનેડા, સ્પેન અને થાઇલેન્ડ સહીતના દેશમાંથી રમકડા સહીતની વસ્તુમાં ગાંજાનો જથ્થો ગુજરામાં રાજકોટ, અમદાવાદ, વાપી, સુરત, દીવ અને દમણ મોકલવામાં આવ્યો હતો અને આ પાર્સલ અમદાવાદના સ્થાનિક સેટેલાઇટ, બોડકદેવ, બોપલ અને સોલા વિસ્તારમાં ડીલેવર કરવાના હતા.

એમ ડી ડ્રગ્સ, ચરસ હેરોઇન હશિષ જેવા ડ્રગ્સ પકડવાની ઝુંબેશ પોલીસ દ્વારા વ્યાપક બનતા નશાખોરો દ્વારા હવે વિદેશથી પોસ્ટ મારફતે હાઇબ્રિડ ગાંજો મંગાવવાની નવી એમ ઓ અપનાવવામાં આવી છે. આવીજ રીતે મંગાવાયેલ રૂૂપિયા 1 કરોડ 70 લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજાના 37 પાર્સલ અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસ માંથી કબ્જે કરી અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગાંજો મોકલનાર અને મંગાવનાર ની શોધખોળ શરૂૂ કરી છે.

અમદાવાદ સાયબર ક્રાઇમ સેલને માહિતી મળી હતી કે અમદાવાદના શાહીબાગ સ્થિત ફોરેન પોસ્ટ ઓફિસમાં મોટી માત્રામાં હાઇબ્રિડ ગાંજાના જથ્થાના પાર્સલ પડેલ છે. હાઇબ્રિડ ગાંજાના પાર્સલ અમેરિકા, કેનેડા, સ્પેન, થાઇલેન્ડ જેવા દેશોમાંથી આવેલ છે. સાયબર ક્રાઇમ સેલના 30 જેટલા સભ્યોની ટીમે ગઈ કાલે કસ્ટમ વિભાગની ટીમને સાથે રાખી, ઋજક અને પંચો રૂૂબરૂૂ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ગાંજા ભરેલ જથ્થાના 37 પેકેટ શોધી કાઢ્યા હતા, જેની કુલ કિંમત 1 કરોડ 70 લાખ અને કુલ વજન 5 કિલો 670 ગ્રામ અને 17 મિલિગ્રામ થાય છે.
આ હાઇબ્રિડ ગાંજો, રમકડાં, કિડ્સ ટ્રાવેલ બેગ, એર પ્યોરીફાયર, કુકીઝ જેવા પદાર્થોના પેકિંગની આડમાં મોકલવામાં આવ્યા હતા, અમદાવાદ સાયબર ક્રાઇમ સેલના ઉઈઙ ડો.લવીનાસિંહા એ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે અમદાવાદ, સુરત, વાપી સહિતના શહેરોમાં રહેતા લોકો દ્વારા આ હાઇબ્રિડ ગાંજો મંગાવવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

મોટા ભાગનો જથ્થો અમદાવાદના લોકો દ્વારા મંગાવવામાં આવ્યો હતો, પરંતુ ક્યાં વિસ્તારના આ લોકો છે તે અત્યારે કહી નહીં શકાય કારણ કે એ દિશામાં તપાસ જારી છે. ગાંજાનું સેવન કરનાર નશાના બંધાણીઓ માટે મુખ્યત્વે ઓરિસ્સા થી દેશી ગાંજો આવતો હોય છે પરંતુ પોલીસની ભીંસ વધતા હવે નશાખોરો ડાયરેકટ ઓનલાઈન વિદેશ થી હાઇબ્રિડ ગાંજો મંગાવવા લાગ્યા છે.

ભૂતકાળમાં પણ આજ રીતે વિદેશથી મંગાવવામાં આવેલ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદા જુદા સમયે શાહીબાગ સ્થિત ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ઝડપવામાં આવ્યો હતો, જે લોકો દ્વારા મંગાવવામાં આવ્યો હતો તેના સુધી તો પોલીસ પહોંચી હતી,પરંતુ કોના દ્વારા એ જથ્થો મોકલવામાં આવ્યો હતો તે હજુ સુધી જાણી શકાયું નથી.જોકે આ 1 કરોડ 70 લાખની કિંમત નો ગાંજો કોના દ્વારા મોકલવામાં આવ્યો તે દિશામાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનું ઉઈઙ લવીના સિંહા એ જણાવ્યું હતું. દેશ અને રાજ્યના યુવાધનને બરબાદ કરવા માટે ડ્રગ્સ માફિયાઓ દ્વારા સુરક્ષા એજન્સીઓથી બચવા પોસ્ટ વિભાગ જેવો એક સલામત માર્ગ અપનાવ્યો છે, પરંતુ સુરક્ષા એજન્સીઓએ હવે આ નવા રૂૂટને બ્લોક કરવા કોઈ ચોક્કસ રણનીતિ ઘડવી પડશે.

Tags :
alcoholgujarat newsrajkotrajkot newssuratVapi
Advertisement
Advertisement