પોપટપરાના કુખ્યાત ભરત કુંગશિયા વિરુદ્ધ વધુ એક ફરિયાદ, ખેડૂત બંધુને આપી ધમકી
કેસ પાછો ખેંચી લે મારે જેલમાં જવાનું જ છે તો તને મારીને જેલમાં જઇશ કહી આપી ધમકી
નાનામવા રોડ પર ન્યુ ગાંધી સોસાયટીમાં રહેતાં વિરજીભાઈ રવજીભાઈ કાકડીયા વધુ (ઉ.વ.65) તેના ભાઈ કાનજીભાઈ રવજીભાઈ કાકડીયા (ઉ.વ.70, રહે.પ્રધુમનપાર્ક સોસાયટી, સત્ય સાંઈ રોડ) સાથે રોણકી ગામે આવેલી તેની જમીને હતા ત્યારે નંબર રાસ પ્લેટ વગરની કારમાં ઘસી આવેલા નામચીન ભરત કુંગશીયા અને તેની સાથેના પાંચથી છ અજાણ્યા શખ્સોએ અગાઉના ગુનામાં સમાધાન કરી લેવાનું કહી ધમકી આપ્યાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
વિરજીભાઈએ પોલીસને જણાવ્યુ કે 2013માં તેના પુત્ર કલ્પેશે પર આરોપી રીને ભરત કુંગશીયાએ હુમલો કર્યો હતો.જે અંગે ફરિયાદ નોંધાવાઈ હતી અને હાલ દાવા કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. જેના સમાધાન માટે ગઈ તા.11નાં તે અને તેના ભાઈ કાનજીભાઈ રોણકી ગામે પોતાની જમીન પર હતા ત્યારે ત્યાં કારમાં ભરત કુંગશીયા ધોકા સાથે ત્યાં ઘસી જઈ તેને વાડીના ગેઈટ પાસે બોલાવતાં બંને ભાઈઓ ત્યાં ગયા હતા.આ સમયે કારમાંથી ધોકો લઈને નીચે ઉતરેલા ભરત કુંગશીયાએ કેસ પાછો ખેચી લ્યો નહીતર જાનથી મારી નાખીશ કહી ધમકી આપી ગાળો આપી હતી.
ત્યારબાદ તે આસ્થા સાંગ્રીલા પાછળ તેની બીજી વાડીએ આંટો મારવા જતાં ફરી વખત ત્યાં ઘસી આવેલા ભરત અને તેની સાથેના પાંચથી છ અજાણ્યા શખ્સોએ મારી ઉપર જે કેસ કેરલો છે તે પાછો ખેંચી લે, નહીંતર મારી નાખીશ,મારે જેલમાં જવાનું છે તો તને મારીને જ જેલમાં જઈશ.કહી આરોપીઓ ત્યાંથી જતા રહ્યા હતા.હાલ ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, પોપટપરામાં ડેરી ફાર્મની દુકાન ધરાવતાં વેપારીને પણ કેસમાં સમાધાન કરવાનું કહી ભરત કુંગશીયાએ ધમકી આપતાં ગઈકાલે ફરિયાદ નોંધાઈ હતી.