ગોંડલમાં બન્ની ગજેરા અને પિયુષ રાદડિયા સામે વધુ એક ફરિયાદ
ગોંડલનાં રાજકીય અગ્રણી વિરૂધ્ધમા અભદ્ર ટીપ્પણી કરનાર યુટયુબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરા અને તેની સાથે યુધ્ધ એજ કલ્યાણ ગ્રુપનાં પિયુષ રાદડીયાની ધરપકડ કર્યા બાદ બન્ની સામે કાયદાનો ગાળીયો વધુ મજબુત બની રહયો છે. એક પછી એક બન્ની ગજેરા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાઇ રહી છે ત્યારે ગોંડલ તાલુકા પંચાયતનાં મહીલા સદસ્ય અને પાટીદાર સમાજની અન્ય મહીલા વિરૂધ્ધ અશ્લીલ શબ્દનો ઉપયોગ કરી અભદ્ર ટીપ્પણી કરનાર બન્ની ગજેરા અને તાલુકા પંચાયતનાં પ્રમુખનો પીછો કરનાર યુધ્ધ એજ કલ્યાણ ગ્રુપનાં પિયુષ રાદડિયા સામે ગોંડલ સીટી બી ડીવીઝનમા ફરીયાદ નોંધાઇ છે.
ગોંડલનાં લક્ષ્મણનગર ગુંદાળા રોડ પર રહેતા જીલ્લા ભાજપ પ્રમુખનાં ભાઇ ભરતભાઇ લાલજીભાઇ ઢોલરીયા નોેંધાવેલી ફરીયાદમા બન્ની ગોરધન ગજેરા અને યુધ્ધ એજ કલ્યાણ ગ્રુપનાં નિખીલ દોંગાનાં સાગ્રીત પિયુષ રાદડિયાનુ નામ આપ્યુ છે. ફરીયાદમા જણાવ્યા મુજબ ભાવીનભાઇનાં પત્ની તાલુકા પંચાયતનાં પ્રમુખ હોય ભાવીન ઉર્ફે બન્ની ગજેરાએ સોશ્યલ મીડીયામા ગત તા. 18-4 નાં રોજ ફેસબુકમા એક વીડીયો અપલોડ કર્યો હતો જેમા અલ્પેશ તુ ભુલી ન જાતો તારો ભાઇ ભરત ઢોલરીયા તારા ને તારા પરીવારની કોક ભાભી હાયરે કોકની વાડીએ કેવી હાલતમા પકડાયેલ હતો કપડા કાયઢા વગર ધોયડો તો ઇ તુ ભુલી નો જાતો અને ગામની બાયુને આ લોકો મુકતા નથી જેવા અનેક શબ્દનો પ્રયોગ કરી વીડીયો વાઇરલ કર્યો હોય આ વીડીયોમા પાટીદાર સમાજ અને કુટુંબની સ્ત્રીઓનાં ચારીત્ર્ય ઉ5ર આળ મુકી વીડીયો વાઇરલ કર્યો હતો.
તેમજ આ વીડીયો બાબતે ગોંડલનો પિયુષ રાદડિયાએ ભરતભાઇ અને તેનાં પરીવારની મહીલાઓનાં ચારીત્ર્ય બાબતે ખોટી માહીતી બન્ની ગજેરાને આપી હોવાની શંકા વ્યકત કરાઇ હતી. પિયુષ રાદડિયાએ ભાવીનભાઇનાં પત્ની તાલુકા પંચાયતનાં પ્રમુખનો પીછો કરી તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હોય જેથી આ બંને સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. બન્ની અને પિયુષ બંને હાલ પોલીસ કસ્ટડીમા હોય તેની વિશેષ પુછપરછ શરૂ કરાઇ છે.