સ્પાના ઓઠા નીચે ચાલતું વધુ એક કૂટણખાનું ઝડપાયું, રીસેપ્શનીસ્ટ મહિલા સહિત ચાર ઝડપાયા
પંજાબ, હરિયાણા, દિલ્હી અને ગુજરાતની ચાર રૂપલલના મળી : શરીર સંબંધ બાંધવા માટે પાંચ હજાર લેવાતા હતા
શહેરમાં સ્પાના ઓઠા નીચે ધમધમતા કૂટણખાના ઉપર પોલીસે ધોંસ બોલાવી હતી.જે જોતાં લાગતું હતું કે કૂટણખાના ચલાવતા બીજા સ્પાના સંચાલકો થોડો બ્રેક લેશે. પરંતુ તેવું થયું નથી. શહેરમાં પોલીસની ધોંસ હોવા છતાં હજુ પણ કેટલાક સ્પામાં કૂટણખાના ધમધમતા હોવાનું સ્પષ્ટ થયું છે. આવા જ એક સ્પામાં આજે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કવોડ (એએચટીયુ)ની ટીમે દરોડો પાડી ચાર આરોપીઓને ઝડપી લીધા હતાં.
એએચટીયુના પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાટે મળેલી બાતમીના આધારે જીવરાજપાર્ક પાસે સિટી ક્લાસીક કોમ્પ્લેક્સના બીજા માળે આવેલા કેનવાસ સ્પામાં ડમી ગ્રાહક મોકલી ખરાઇ કરાવ્યા બાદ દરોડો પાડયો હતો. સ્પામાંથી પંજાબ, દિલ્હી, હરિયાણા અને ગુજરાતની 4 રૂૂપલલના મળી આવી હતી. જેમને પોલીસે નિયમ મુજબ સાક્ષી બનાવી હવે પછી દેહવ્યાપારની પ્રવૃત્તિ નહીં કરવા સમજ આપી હતી.
સ્પામાંથી તેના માલિક મિલન દેવેન્દ્ર દવે (ઉ.વ.33, રહે. અજય ટેનામેન્ટ, 150 ફૂટ રિંગ રોડ), રિસપ્શેનીસ્ટ અનીશા (ઉ.વ.25, રહે. ડો. યાજ્ઞાીક રોડ), હાઉસ કીપર ગિરીશ મોહનલાલ મીણા (ઉ.વ.22, રહે. મૂળ ઉદેપુર) અને ગ્રાહક નિખીલ જમન રાબડિયા (ઉ.વ.28, રહે. સાધના કોલોની, જામનગર)ની ધરપકડ કરાઇ હતી. આ સ્પામાં ગ્રાહક પાસેથી શરીર સંબંધ બાંધવા માટે રૂૂા. 5000 લેવાતા હતાં. એન્ટ્રી ફી બદલ રૂૂા. 1000 લેવાતા હતાં. રૂૂા. 5000માંથી રૂૂપલલનાને રૂૂા. 1000, સંચાલકને કમિશન તરીકે આપવું પડતું હતું. સ્પાના બીજા ભાગીદાર વિજય નાજાભાઈ ભુંડિયા અને સંચાલક પાર્થ કિશોર થાનકી (રહે. સિધ્ધિ-5 એપાર્ટમેન્ટ, શેઠનગર પાછળ)ના નામ ખૂલતાં બંનેને એએચટીયુની ટીમે વોન્ટેડ દર્શાવ્યા હતાં.આ કામગીરી ભાર્ગવસિંહ ઝણકાટ,પીએસઆઇ એ.કે.ગોસ્વામી,જીગ્નેશભાઈ આર.મારુ,હરસુખભાઇ વાછાણી,મહમદઆરીફ અંસારી,હસમુખભાઇ બાલધા,ભુમીકાબેન ઠાકર, મહેશ ગણેશપ્રસાદપ્રસાદ અને લોકરક્ષક જ્યોતીબેન બાબરીયાએ કરી હતી.
