ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વધુ એક વેપારી સાથે બંગાળીની 76.80 લાખની ઠગાઈ: ધરપકડ

05:37 PM May 06, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

સોનાના દાગીના બનાવવા 800.240 ગ્રામ સોનુ આપ્યું હોય આરોપીએ પરત નહીં આપી બહાના બતાવતા વેપારીએ ફરિયાદ નોંધાવી

Advertisement

રાજકોટ શહેરમાં વધુ એક બંગાળી કારીગર સોની વેપારીનું 76.80 લાખનું સોનુ લઈ ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે.આ મામલે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.જેમાં પ્રહલાદ પ્લોટ શેરી.25માં રહેતા તરૂૂણભાઇ કનૈયાલાલ પાટડીયા(સોની)(ઉ.વ.62)એ મૂળ બંગાળના અને હાલ હાથીખાનામાં રહેતા અબુઝાફર ઝમાદાર બંગાળી વિરુદ્ધ વિશ્વાસઘાત અંગેની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. આ ઘટનામાં આરોપીને સકંજામાં લેવામાં આવ્યો હતો અને તેની પુછપરછ કરવામાં આવી રહી હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

ફરિયાદી તરુણભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ સોની બજાર ગોલ્ડન માર્કેટ પાસે શ્રી હરી ઓર્નામેન્ટ નામની સોનાના જવેલર્સ નામની દુકાન ધરાવી સોનાના ઘરેણાનો વેપાર કરે છે અને આશરે દોઢેક વર્ષથી તેઓ સોની બજાર બોઘાણી શેરી એસ.કે.ગોલ્ડ કોમ્પલેક્ષના બીજા માળે જીયાન જવેલર્સ નામની દુકાન ધરાવતા અબુઝાફર ઝમાદાર બંગાળી(રહે, હાથીખાના શેરી નં.17 રાબીયા મંઝીલ) જે સોનાના ઘરેણાનુ ઘાટકામ કરતા હોય તેને સોનાના ઘરેણાનુ ઘાટકામ કરવા માટે આપતા હતા.

ગઇ તા.05/09 ના રોજ સાંજના પાંચેક વાગ્યાની આસપાસ અબુઝાફર ઝમાદાર બંગાળીને તરુણભાઈએ ફોન કરી અને સોની બજાર ગોલ્ડન માર્કેટ પાસે પોતાની શ્રી હરી ઓર્નામેન્ટ નામની દુકાને સોનાના ઘરેણા બાનાવવાનો ઓર્ડર લેવા માટે બોલાવેલ અને આ અબુઝાફર ઝમાદાર બંગાળીને મહીલાને કાનમાં પહેરવાની બુટી, બાલી વિગેરે સોનાના મીક્ષ દાગીના બનાવવાનો ડીઝાઇન સાથે ઓર્ડર આપ્યો હતો અને અબુઝાફર ઝમાદાર બંગાળીને 1300.240 ગ્રામ ફાઇન સોનુ આપેલ અને તેમણે પાંચ દિવસમાં આ દાગીના બનાવી અને મને પરત આપવાનુ કહ્યું હતું.બાદ છ-સાત દિવસ પછી અબુઝાફર ઝમાદાર બંગાળીને ફોન કરી અને મે સોનાના દાગીના બનાવવા માટે ઓર્ડર આપ્યો હતો.

તે દાગીના દેવા માટે દુકાને બોલાવ્યો અને આ અબુઝાફર વેપારીની દુકાને આવેલ અને તેમણે કહ્યું કે તમારૂૂ સોનુ મે મારી પાસે બીજા લોકો સોનુ માંગતા તેમને આપી દીધું હતું અને વેપારીને સોનુ થોડા સમયમાં પરત આપી દઇશ અને બાદ તા.14/09 ના રોજ આ અબુઝાફર બંગાળી દુકાને આવી અને 400 ગ્રામ ફાઇન સોનુ આપી ગયો હતો અને બાદ તા.21/09ના રોજ આ અબુઝાફર બંગાળીએ તેમની પાસેથી 900.240 ગ્રામ ફાઇન સોનુ લેવાનુ નિકળતુ હોય જે બાબતે આ અબુઝાફરએ તેમના એચ.ડી. એફ.સી.બેંકના ચાર કોરા ચેકમાં પોતાની સહી કરી અને નોટરી કરી આપી હતી અને કહેલ કે હુ તમને થોડા સમયમાં ત મારૂૂ સોનુ પરત આપી દઈશ અને બાદ મને મારા ચેક પરત આપી દેજો બાદ તા.14/10/2024 ના રોજ આ અબુઝાફ2 ફરીવાર મને મારી દુકાને આવી અને 100 ગ્રામ ફાઇન સોનુ આપી ગયેલ અને બાદ પંદર વીસ દિવસ બાદ ફરી મે અબુઝાફર ઝમાદાર બંગાળીને ફોન કરી તેમની પાસેથી લેવાનુ બાકી નીકળતુ 800.240 ગ્રામ ફાઇન સોનુ મને પરત આપવા માટે કહેતા આ અબુઝાફર બંગાળી ખોટા વાયદા કરતા હોય અબુઝાફરએ 800.240 ગ્રામ ફાઇન સોનુ કિ.રૂૂ. 76,80,000/-કિંમતનુ ફાઇન સોનુ કે રૂૂપીયા પરત નહી આપી વિશ્વાસઘાત કરતા અંતે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement