વધુ એક બાબાએે દુષ્કર્મ આચરી શિષ્યાને ઝેર આપ્યું
બાર વર્ષ જૂના કેસમાં છેક હવે એફઆઇઆર નોંધાઇ
પંજાબના શીખ ઉપદેશક રણજિત સિંહ ઢંડેરિયાલે વિરુદ્ધ 2012માં 22 વર્ષની છોકરી પર બળાત્કાર અને હત્યાના કેસમાં એફઆઇઆર નોંધવામાં આવી છે. ડીજીપીએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં એક એફિડેવિટમાં આ માહિતી આપી છે. આઈપીસીની કલમ 302, 376 અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેની સામે હત્યા અને બળાત્કારના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે 2012માં બાબા રણજીત સિંહ ઢંડેરિયાલના પટિયાલા આશ્રમમાં દુષ્કર્મ કેસમાં કડક વલણ અપનાવ્યું હતું.
હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શીલ નાગુએ પંજાબના ડીજીપીને આ મામલે જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે ડીજીપીને પણ પૂછ્યું હતું કે આ 12 વર્ષ જૂના કેસમાં એફઆઈઆર નોંધ્યા વિના તપાસ કેવી રીતે થઈ?
આ કેસ 2012નો છે. રણજિત સિંહ ઢંડેરિયાલના ડેરામાં પીડિતા આવતી હતી ત્યારે બાબાએ તેની પર દુષ્કર્મ આચર્યું હતું. મૃતકના ભાઈએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેણીએ આરોપ લગાવ્યો હતો કે 22 એપ્રિલ, 2012ના રોજ રણજીત સિંહે તેની બહેન સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તેને કોઈ ઝેરી પદાર્થ આપીને મારી નાખવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ ઝેર હોવાનું જણાવાયું હતું. આ છોકરી તેના પરિવાર સાથે કૈથલથી કેમ્પમાં આવી હતી.