For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાંથી વધુ 3.45 કરોડના ડ્રગ્સ-ગાંજાના પાર્સલો ઝડપાયા

12:15 PM Mar 13, 2025 IST | Bhumika
અમદાવાદમાંથી વધુ 3 45 કરોડના ડ્રગ્સ ગાંજાના પાર્સલો ઝડપાયા

અમેરિકા-કેનેડા-થાઈલેન્ડથી રમકડા અને પ્રોટીન પાવડરના પાર્સલની આડમાં મોકલાતો એમ.ડી. ડ્રગ્સ, હાઇબ્રીડ ગાંજો, ચરસ, આઇસોપ્રોપાઇલ નાઇટ્રેટ સહીતના માદક પદાર્થો જપ્ત કરતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

Advertisement

અમદાવાદમાથી ઇન્ટરનેટનાં માધ્યમથી વિદેશથી મગાવવામા આવતા પાર્સલની આડમા ઘુસાડાતો માદક પદાર્થોનો રૂ. 3.4પ કરોડનો જથ્થો જપ્ત કરવામા આવ્યો છે. અમેરિકા-કેનેડા અને થાયલેન્ડ જેવા દેશોમાથી ગેરકાયદેસર રીતે આ જથ્થો રાજયમા ઘુસે તે પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામા આવ્યો છે. અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાથી આ શંકાસ્પદ પાર્સલો જપ્ત કરવામા આવ્યા છે.

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમને ખાનગી સોર્સ મારફતે માહિતી મળેલ હતી કે, અમદાવાદ શહેરમાં શાહીબાગ વિસ્તારમાં આવેલ ભારતીય પોસ્ટલ વિભાગની ફોરેન પોસ્ટ ઓફીસ (આયાત) વિભાગમાં શંકાસ્પદ પાર્સલ જુદા જુદા દેશમાંથી આવેલ છે જે પાર્સલોમાં ગેરકાયદેસર રીતે હાઇબ્રીડ ગાંજો મંગાવવામાં આવેલ છે. જેથી આ હકીકતની આસી. કમિશ્નર(કસ્ટમ્સ)ની કચેરી ખાતેથી જરૂૂરી ખાત્રી તપાસ કરાવતાં કસ્ટમસ અધિકારીશ્રીએ તા.12/03/2025 ના રોજ કુલ-105 પાર્સલ જરૂૂરી તપાસ તથા કાર્યવાહી અર્થે રજુ કરેલ હતા.

Advertisement

ક્રાઇમ બ્રાન્ચની ટીમને કસ્ટમ્સ વિભાગ દ્વારા ફોરેન પોસ્ટ ઓફીસમાં ધણા લાંબા સમયથી પડી રહેલ શંકાસ્પદ પાર્સલો સોંપતા સરકારી પંચો રૂૂબરૂૂ દરેક પાર્સલની ચકાસણી કરી સીઝર અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. આ કાર્યવાહી દરમ્યાન રમકડા તેમજ અન્ય ખાદ્ય સામગ્રીની આડમાં યુ.એસ.એ., કેનેડા તેમજ થાયલેન્ડ વિગેરે દેશોમાંથી ગેરકાયદેસર રીતે મંગાવવામાં આવેલ હાઈબ્રીડ ગાંજા, એમ.ડી. ડ્રગ્સ તથા ચરસનો જથ્થો મળી કુલ કિ.રૂૂ. 3,45,25,000/- નો મુદામાલ કબ્જે કરી ડી.સી.બી. પો.સ્ટે. ખાતે એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા આ પાર્સલ કોણે મંગાવ્યા હતા તેની તલસ્પર્શી તપાસ હાથ ધરવામા આવી છે અને નશીલા પદાર્થો મંગાવનાર વ્યકિતઓ સામે રાજયવ્યાપી ઓપરેશન હાથ ધરવામા આવે તેવુ પણ સુત્રોએ જણાવ્યુ છે.

ડાર્ક વેબ અને ઇન્ટરનેટના માધ્યમથી ખોટા સરનામે પાર્સલ મંગાવવામાં આવતા હતા
ડાર્ક વેબ તથા ઇન્ટરનેટના માધ્યમથી યુ.એસ.એ., કેનેડા તેમજ થાયલેન્ડ જેવા દેશોમાંથી અધુરા સરનામા અથવા ખોટા સરનામા પર અધુરા તેમજ ખોટા નામે ગે.કા. ગાંજો, ચરસ, એમ.ડી. ડ્રગ્સ જેવા નાર્કોટીકસ પદાર્થ અમુક વ્યકિતઓ દ્વારા મંગાવવામાં આવે છે. વિદેશથી મોકલી આપવામાં આવતા પાર્સલોમાં સોફટ ટોયસ તથા ખાદ્ય સામગ્રી, પ્રોટીન પાવડર વિગેરે ચીજવસ્તુની આડમાં માદક પદાર્થ મોકલવામાં આવે છે.

ઝડપાયેલા માદક પદાર્થો
હાઇબ્રીડ ગાંજો - 10550 ગ્રામ કિ.રૂૂ. 3,12,50,000/-
ચરસ - 79 ગ્રામ કિ.રૂૂ. 3,95,000/-
એમ.ડી. ડ્રગ્સ - 248 ગ્રામ કિ.રૂૂ. 24,80,000/-
કેનાબીલ ઓઇલ - 5 એમ.એલ.ની એક એવી કુલ-32 કાચની ટ્યુબ
આઇસોપ્રોપાઈલ નાઇટ્રેટ - 25 એમ.એલ. ની એક એવી બોટલ નંગ-6

Advertisement
Tags :
Advertisement
Advertisement