વૃદ્ધ નવું ATM લઇ પિન જનરેટ કરાવવા જતાં ગઠિયો ભટકાયો, ATM બદલી રૂપિયા 31 હજાર ઉપાડી લીધા
મવડીના કૃષ્ણનગર મેઇન રોડ પર આવેલા આરએમસીના બગીચા પાસે રહેતા વિજયભાઇ લક્ષ્મીશંકર દવે(ઉ.વ. 63) ગઈકાલે નવા એટીએમ કાર્ડ માં પિન જનરેટ કરાવવા માટે મોડી ફાયર બ્રિગેડ પાસે આવેલા એસબીઆઇ બેન્કના એટીએમ માં પહોંચ્યા હતા.જ્યાં પિન જનરેટ કરતા આવડતું ના હોય જેથી ત્યાં હાજર એક અજાણ્યા શકશે એટીએમ માંગી ને જનરેટ કરાવી દેવાની મદદ માંગી હતી.ત્યારબાદ આરોપીએ એટીએમ બદલી નાખી રૂૂ.31 હજાર ઉપાડી લઇ છેતરપિંડી કરી હોવાનું જાણવા મળતા વિજયભાઈએ માલવીયા પોલિસમાં ફરિયાદ નોંધાવી હતી.
વિજયભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તા. 10ના રોજ પોસ્ટ મારફતે નવુ એ.ટી.એમ. કાર્ડ એસ.બી.આઇ નુ આવેલ હોય અને આ એ.ટી.એમ કાર્ડ ને મારે જનરેટ કરાવવાનુ હોય તા. 11/02ના બપોરના આશરે બારેક વાગ્યે ના અરસામા હું મવડી ફાયર બ્રિગેડ ની બાજુ મા અલ્કા સો.સા ખાતે આવેલ એસ.બી.આઇ બેંકમાં એ.ટી.એમ ના પીન જનરેટ કરાવવા માટે ગયો હતો અને આ દરમ્યાન ત્યાં મેં બેંક મા કહેલ કે મને એ.ટી.એમનો પીન જનરેટ કરતા આવડતો નથી મારી મદદ માટે આવો જેથી ત્યાં હાજર એક કર્મચારી મારી સાથે એ.ટી.એમ રૂૂમમા આવ્યો પરંતુ આ કર્મચારી ને અચાનક ફોન આવી ગયો હતો અને તુરતજ તે ફોનમા વાત કરવા માટે બહાર નિકળેલ આ અરસામા ત્યાં પહેલેથી જ એટી.એમ રૂૂમમા એક ભાઇ હાજર હોય જેથી આ ભાઇ એ મને કહેલ કે તમોને નવા એ.ટી.એમ મા પીન જનરેટ કરવા હોય તો હું તમોને કરી આપુ જેથી મેં મારૂૂ એ.ટી.એમ કાર્ડ તેને આપેલ અને આ અજાણ્યા ભાઇ એ મને એ.ટી.એમમા પીન જનરેટ કરી આપેલ અને મારા મોબાઇલ મા ઓ.ટી.પી આવેલ અને મેં તેને મારા મોબાઇલમાથી ઓ.ટી.પી દેખાડેલ મને આ અજાણ્યા ભાઇ એ કહેલ કે તમારુ એ.ટી.એમ કાર્ડ જનરેટ થઇ ગયું છે.હવે તમારા પૈસા એ.ટી.એમ માંથી ઉપડશે.
આ દરમ્યાન આ અજાણ્યા ભાઈ ત્યાંથી નિકળી ગયેલ અને મારી પાસે એ.ટી.એમ કે જે આ ભાઇ એ જ નરેટ કરી આપેલ તે એ. ટી. એમ મશિન મા નાખતા એ.ટી.એમ મસીન મા કોઇ પ્રોસેસ થયેલ નહી જેથુ હું તુરતજ બેન્ક મા ગયેલ અને આ દરમ્યાન મારા મોબાઇલમા અલગ અલગ ચાર ટ્રાન્ઝેક્શન થયાના મેસેજ આવ્યા હતા.જેમાં મારા બેન્ક એકાઉન્ટમાથી રૂૂ.31000/- ઉપડી ગયા હતા અને શંકા જતા મેં બેંન્ક મા તપાસ કરાવેલ તો મને જાણવા મળેલ કે મારૂૂ એ.ટી.એમ કાર્ડ આ અજાણ્યા ઇસમે લઇ લીધેલ અને તેની પાસે રહેલ અન્ય એ.ટી.એમ કાર્ડ મને આપી અ ને મારુ એ.ટી.એમ કાર્ડ તેની પાસે રાખી અન્ય એ.ટી.એમ માથી કુલ રૂૂ.31000/- વિડ્રો કરી ઠગાઇ કરતા માલવીયા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.