રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબીના રફાળેશ્વર ગામે ત્રણ વ્યક્તિ પર કાર ચઢાવી મારવાનો પ્રયાસ

12:01 PM Oct 05, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવકની પત્નીને આરોપી સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય જે બાબતે આરોપીએ યુવકની પત્નીને ઉદેશીને ફેસબુક પર સ્ટોરી મુકેલ હોય જે યુવકે આરોપીને કહેલ સ્ટોરી કેમ મુકેલ છે? નું કહેતા આરોપીને સારૂૂ નહી લાગતા આરોપીઓએ યુવક તથા તેના બે સાથી પર સ્કોર્પિયો કાર વડે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવકે આરોપી પારસ ઉર્ફે સુલતાન ગીરધરભાઇ વાઘેલા, મુકેશભાઈ મંગાભાઈ ઝાલા, મનોજ ઉર્ફે બાબો રહે ત્રણે રફાળેશ્વર તથા નિખીલભાઈ ગૌતમભાઇ ચાવડા રહે. પ્રેમજીનગર મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પત્નીને આરોપી નીખીલ સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય જે બાબતે આરોપી મનોજ ઉર્ફે બાબો ઉર્ફે સોહેબ ગીરધરભાઇ વાઘેલાએ તેના ફેસબુક એકાઉન્ટ આઇડી Soheb bhai vaghela પરથી ફરીયાદીને ઉદેશીને અંગ્રેજીમાં ફરીયાદીની પત્ની બાબતે બીભત્સ ફેસબુક સ્ટોરી મુકી જાહેર સોશીયલ મીડીયા પર શેર કરેલ હોય જે બાબતે ફરીયાદીએ આરોપીને સ્ટોરી કેમ મુકેલ છે? નું કહેતા આ બાબતે આરોપીને સારૂૂં નહી લાગતા આરોઓએ સ્કોર્પિયો કારમાં આવી ફરીયાદી તથા સાહેદ યતીશ તથા ભાવેશને જાનથી મારી નાખવાના ઇરાદે ત્રણેય ઉપર સ્કોર્પિયો કાર વડે ત્રણ વખત જીવલેણ હુમલો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsmorbi
Advertisement
Next Article
Advertisement