રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સુરતમાં પંડાલ ઉપર પથ્થરમારો કરી શાંતિમાં પલીતો ચાંપવા પ્રયાસ

11:14 AM Sep 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સૈયદપુરા વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બાદ હજારો લોકો તોફાને ચડ્યા, વાહનોમાં તોડફોડ-આગજની બાદ પોલીસનો ગોળીબાર, ટિયરગેસ છોડાયો

પોલીસ સ્ટેશનને હજારો લોકોએ ઘેરી લેતા રાત્રે સ્ફોટક સ્થિતિ સર્જાયા બાદ સવારથી મામલો થાળે, છ પથ્થરબાજો સહિત 33ની અટકાયત

સુરતમાં ગણેશ મહોત્સવના પંડાલમાં કાંકરીચાળો કરી શાંતિમાં પલિતો ચાંપવાનો પ્રયાસ થતા મોડી રાત્રે સૈયદપુરા વિસ્તારમાં કોમી તંગદિલી ફેલાઇ હતી અને આગજની-તોડફોડની ઘટના બની હતી અને ઉશ્કેરાયેલા લોકોએ સૈયદપુરા પોલીસ સ્ટેશનને ઘેરાવ કરતા પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરી ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા. આખી રાત ધમાલના દ્રશ્યો જોવા મળ્યા હતા. સૈયદપુરા વિસ્તારમાં રાત્રે જ એક હજાર પોલીસનો બંદોબસ્ત ગોઠવી તોફાનીઓને વિખેરી નાખ્યા બાદ કોમ્બીંગ હાથ ધરી 35 જેટલા અસામાજિક તત્વોને ઝડપી લેવામાં આવ્યા હતા. ગણેશ પંડાલ ઉપર પથ્થરમારો કરનાર મોટા ભાગના સગીરો હોવાથી તેમની પણ અટકાયત કરવામાં આવી છે. સવારથી સુરતમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરતમાં સૈયદપુરા પાસે ગણપતિ પંડાલ પર પથ્થરમારો થયો હતો. મુસ્લિમ સમાજના છ યુવકોએ ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરતાં મામલો બીચકયો હતો. સ્થાનિકોએ પથ્થમારો કરનારા છ યુવકોમાંથી બેને ઝડપી લઇ ધોલાઇ કરી નાખી હતી.

બનાવના પગલે પંડાલ ચલાવતા યુવકોએ સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો હતો. બનાવની સંવેદનશીલતા જોઈને ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરનારા કોઈને પણ છોડવામાં નહીં આવે. લાલગેટ અને ચોક બજાર પોલીસ ચોકીને લોકોએ ઘેરી લેતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત પોલીસે ટીયરગેસના શેલ પણ છોડ્યા હતો.

છ યુવકોએ રીક્ષામાં આવીને ગણપતિ પંડાલ પર પથ્થર ફેંક્યા હતા. આ ઘટનાના પગલે પરિસ્થિતિ વણસી છે અને વાહનોમાં આગચંપી કરવામાં આવી છે. કેટલાય ટુ-વ્હીલરોને સળગાવી દેવામાં આવ્યા છે. લોકો બરોબરના વીફર્યા અને સળગાવી રહ્યા હતા. પોલીસે આના પગલે બળપ્રયોગ કરવો પડી રહ્યો છે. પણ વધુને વધુ લોકોના ટોળા રસ્તા પર ઉતરી રહ્યા હતા.

બનાવના પગલે સૈયદપુરાની સાથે લાલચોક અને ચોક બજાર બંને વિસ્તારમાં પોલીસ ખડકી દેવાઈ હતી. પોલીસ ગણપતિ પંડાલના યુવકોને સમજાવી રહી હતી. પરંતુ તે ઉશ્કેરાયેલા હોવાથી પોલીસ સ્ટેશન છોડવા તૈયાર ન થતા અને સ્થિતિ બગડતા પોલીસે બળપ્રયોગ કર્યો હતો.

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ મોડીરાત્રે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે, શહેરના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર છ લોકોએ પથ્થરમારો કર્યો હતો. તમામની ઓળખ કર્યા બાદ પોલીસે તેમની ધરપકડ કરી છે. સંઘવીના જણાવ્યા અનુસાર, સુરત પોલીસે આવી ઘટનાઓને પ્રોત્સાહન આપનારા અન્ય 27 લોકોની પણ ધરપકડ કરી છે. ઘટનાની તપાસ ચાલુ છે. સુરતના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ તૈનાત છે. રાજ્યમાં શાંતિ ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસે જણાવ્યું કે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યા બાદ સુરતના સૈયદપુરા વિસ્તારમાં અથડામણ થઈ હતી. સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના જણાવ્યા અનુસાર, કેટલાક બાળકોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો, જે બાદ અથડામણ થઈ હતી. પોલીસે તરત જ સ્થળ પર હસ્તક્ષેપ કરીને તે બાળકોને ત્યાંથી હટાવ્યા હતા. તકેદારી લેતા વિસ્તારમાં વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી.

ગુસ્સે ભરાયેલા ટોળાને વિખેરવા માટે જરૂૂરિયાત મુજબ લાઠીચાર્જનો પણ આશરો લેવામાં આવ્યો હતો. પોલીસે ટીયર ગેસનો પણ ઉપયોગ કર્યો હતો. ઘટના સ્થળની આસપાસ લગભગ 1,000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

કઠલાલમાં સામાન્ય તકરારમાં હિન્દુ-મુસ્લિમો વચ્ચે બબાલ, તોડફોડ

અમદાવાદ નજીક કઠલાલ પાસે ખોખરવાડા બ્રિજ ઉપર શનિવારે સાંજે સામાન્ય તકરારને લઈને બે કોમ વચ્ચે થયેલા ઝઘડાને લઈ વાતાવરણ તંગ બન્યું હતું. પરિસ્થિતિને કાબુમાં લેવા સમગ્ર જિલ્લાની પોલીસ સહિત એસઆરપીને કઠલાલમાં ખડકી દેવામાં આવી છે. ત્યારે આ અંગે બે જુદી જુદી ફરિયાદોના આધારે પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે. હાલ કઠલાલ નગરમાં અજંપા ભરી શાંતિ જોવા મળી રહી છે. અમદાવાદ-ઈન્દોર હાઈવે પર કઠલાલ નજીક ખોખરવાડા બ્રિજ ઉપર શનિવારે બનેલા બનાવ બાબતે સતીષભાઈ નાનાલાલ ગોર રહે.કઠલાલવાળાએ આપેલી ફરિયાદમાં જણાવાયું છે કે, ગાડીના ચાલકે તથા અન્ય પાંચથી સાત માણસોએ સતીષભાઈને રોડ વચ્ચે રોકીને લાફા મારી ગડદાપાટુનો માર મારી અપશભ્દો બોલી તેમની સાથે ઝપાઝપી કરી હતી. તે વખતે આરોપી વસીમ ઉર્ફે બકરાવાળો ગુલામનબી ખોખર (રહે. ખોખરવાડા)એ સતીષભાઈના શર્ટના ઉપરના ખિસ્સામાં મુકેલા રૂૂપિયા 4,500 તથા બાઈકની ચાવી બળજબરી પૂર્વક ઝુટવી લઇ સ્થળ ઉપરથી ભાગી ગયો હતો. અન્ય ઇસમોએ ભેગા મળીને સતીષભાઈ તથા તેમના દિકરા જીગરભાઈને લાફા અને ગડદાપાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે અન્ય એક ફરિયાદમાં કઠલાલ પોલીસ સ્ટેશનથી કઠલાલ ચોકડી તરફ બનેલા બનાવની ફરિયાદમાં પોલીસ જાતે ફરિયાદી બની છે.

જેમાં કઠલાલ પોલીસ સ્ટેશનની બહાર જ હિન્દુ-મુસ્લીમ કોમના ટોળાઓ આવ્યા હતા અને નારા લગાવતા મામલો ઉશ્કેરાયો હતો. ફરિયાદમાં જણાવ્યું છે કે, બંને કોમના ટોળાઓમાં ભેગા થયેલા ઇસમો પૈકી કેટલાક અજાણ્યા ઇસમો પોતાનો સમાન ઇરાદો પાર પાડવાના આશયે હાથમાં લાકડીઓ તથા ડંડા જેવા હથિયારો લઇ આવી ગેરકાયદે મંડળી રચી આવતાં મંડળીને વિખેરાઇ જવા માટે જણાવ્યું હોવા છતા કઠલાલ પોલીસ સ્ટેશનની બાજુમાં ઇદગાહ આગળ આવેલા ગેરેજના લાકડાના ગલ્લાને તથા મોટરસાયકલને નુકસાન કર્યું હતું. તેમજ કઠલાલ પોલીસ સ્ટેશનથી કઠલાલ ચોકડી તરફ આશરે પચાસેક મીટર દુર રોડની સાઇડમાં મુકેલી એક મોટરસાયકલને આગ સળગાવી દઇ નુકસાન કરેલું તથા કઠલાલ ચોકડીએ મોબાઇલની દુકાને લગાવેલું બેનર વચ્ચેના ભાગેથી તોડી નાખી તથા કઠલાલ ચોકડીએ ફ્રૂટ સ્ટોલનો લોખંડનો ઘોડો નીચે જમીન ઉપર પાડી દીધો હતો. આમ આ ટોળાઓએ મિલકતને નુકસાન પહોંચાડયું હતું. કઠલાલ નગર થયેલી તકરારમાં ફરિયાદી સતિષભાઈ ગોર દ્વારા પાંચથી સાત ઈસમો સામે નોંધાવેલી ફરિયાદના અનુસંધાને બે આરોપીને પકડી લેવામાં આવ્યા છે. જ્યારે પોલીસ દ્વારા દાખલ કરેલી ફરિયાદના અનુસંધાનમાં વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીના આધારે આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જિલ્લા પોલીસવડા રાજેશ ગઢિયાએ જણાવ્યું છે.

Tags :
Ganesh Chaturthiganesh mahotsavGANESH pandalgujaratgujarat newssuratsurat news
Advertisement
Next Article
Advertisement