જેતપુરમાં 7 વર્ષના બાળક સાથે તેના મિત્રનું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય
મંદિર પાસે સાથે રમવા ગયેલા સાત વર્ષના બાળકને શિકાર બનાવનાર સગીરની શોધખોળ
જેતપુરના એક વિસ્તારમાં રહેતા 7 વર્ષના બાળક સાથે તેના સગીરવયના મિત્રએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે. તરુણના મિત્ર દ્વારા આચરવામાં આવેલ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જ્યાં હાલ આરોપીની ધરપકડ માટે પોલીસે આગળની કાર્યવાહી તપાસ હાથ ધરી છે. જોકે આ બનાવને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
સાથે જ લોકો વિચારમાં મુકાઈ ગયા છે. બનાવને લઈને લોકોમાં ભારે રોષનો માહોલ ફેલાયેલો છે. સમાજ માટે લાલબત્તી રૂૂપ આ બનાવની મળતી વિગતો મુજબ જેતપુર સીટી પોલીસમાં 7 વર્ષના બાળકઉપર સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. 7 વરસના બાળક ઉપર તેના મિત્રએ જ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ચકચાર મચી જવા પામી છે. બાળકે પરિવારને ફરિયાદ કરતા આ અધર્મ કૃત્ય બહાર આવ્યું હતું.જેતપુરમાં રહેતા એક પરિવારનો 7 વર્ષનો પુત્ર જૂનાગઢ રોડ ઉપર આવેલ મામાદેવના મંદિર પાસે મિત્રો સાથે રમવા ગયો હતો ત્યારે તેના સગીરવયના મિત્રએ 7વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય આચર્યું હતું.
આ ઘટના અંગે જેતપુર પોલીસે સગીર સામે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે. ભોગ બનનાર 7વર્ષના બાળકનું મેડીકલ ચેકઅપ કરાવવા તજવીજ કરી છે. 7 વર્ષનો બાળક તેના મિત્ર સાથે અવારનવાર રમવા જતો હોય ત્યારે સગીરમાં હવસ જાગતા બાળકને શિકાર બનાવ્યો હતો.આ ઘટનામાં ભોગ બનનાર 7 વર્ષનો બાળક અને આરોપી બન્ને કાયદાના સંઘર્ષમાં આવેલ હોય હાલ સગીરને બળ સરક્ષણ ગૃહમાં મોકલવા તજવીજ શરુ કરી છે.