ઉનામાં ત્રણ વર્ષ પૂર્વે ACBની ઝપટે ચડેલો ફરાર પોલીસ કર્મચારી ઝડપાયો
બૂટલેગર પાસે લાંચ માગી પુરવાનો નાશ કરતા ગુનો નોંધાયો’તો
ગીર સોમનાથના ઉનાનો પોલીસ કર્મચારી એસીબીની ઝપટે ચડી ગયો છે. ત્રણેક વર્ષ પુર્વે આરોપી પોલીસ કર્મચારીએ દેશી દારૂૂના બુટલેગર પાસે લાંચ માંગેલ ત્યારે એસીબીએ છટકું ગોઠવેલ ત્યારે પુરાવાનો નાશ કરી નાસી ગયેલ હતો. જેની તપાસ ચાલી રહેલ જેમાં મજબુત પુરાવાઓ મળતા ગીર સોમનાથ એસીબી પોલીસમાં આરોપી પોલીસકર્મી સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી અટકાયત કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે એસીબી પીઆઈ ડી.આર.ગઢવીના જણાવ્યા મુજબ હાલ ઉના પોલીસમાં ફરજ બજાવતા હે.કો.દિગ્વિજયસિંહ ગોવિંદભાઇ વાજા ત્રણેક વર્ષ અગાઉ ગીરગઢડા ટાઉનમાં ફરજ બજાવતા હતા.
ત્યારે દેશી દારૂૂના બુટલેગર પાસે હપ્તા પેટે દર મહીને રૂૂ.2 હજાર આપતો જે રકમના બદલે રૂૂ.4 હજારની માંગણી કરી હતી. જેથી તે સમયે એસીબીમાં ફરીયાદ નોંધાવતા તા.3-10-2020 ના રોજ લાંચના છટકાનુ આયોજન કરેલ હતુ. ત્યારે સાહેદના શર્ટના ખીસ્સામાં રહેલ સરકારી વોઇસ રેકોર્ડર પોલીસકર્મી જોઈ જતા લાંચના છટકાની ખબર પડી જતા લાંચની રકમ લીધા વગર ચાલુ સરકારી વોઇસ રેકોર્ડર પોતાની સાથે લઈ નાસી ગયો હતો. બાદમાં વોઇસ રેકોર્ડરમાંથી લાંચના છટકાને લગત અતી મહત્વની ઓડીયો ફાઇલ ડીલીટ કરી વોઇસ રેકોર્ડર પોલીસ સ્ટેશનના કંમ્પાઉન્ડમાં ફેકી નાશી ગયો હતો.
આ લાંચના મામલાની તપાસ ત્યારથી ચાલી રહેલ જેમાં આરોપી પોલીસકર્મી દિગ્વિજયસિંહ વિરૂૂધ્ધ રાજ્ય સેવક તરીકેની કાયદેસરની ફરજ અપ્રમાણીક રીતે બજાવી લાંચની માંગણી કરી પુરાવાનો નાશ કરેલ હોવાના મજબુત પુરાવાઓ મળતા જીલ્લા એસીબી પોલીસ સ્ટેશનમાં આરોપી પોલીસકર્મી દિગ્વિજયસિંહ વાજા સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી લેવામાં આવી છે. આમ, લાંચ માંગવાના મામલામાં ત્રણ વર્ષ સુધી ચાલેલ તપાસના અંતે પોલીસકર્મી સામે ગુનો નોંધાતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.