અમરેલી એલસીબી સૌરાષ્ટ્રમાં પ્રથમ: બે વર્ષમાં 200થી વધુ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યા
પીઆઇની આંતર જિલ્લા બદલી થતા 10 કર્મચારી પણ બદલાયા, હવે નવી ટીમ ગુનાખોરી અટકાવશે
અમરેલી એલસીબીની ટીમ દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન ગુનાઓના ડિટેકશન બાબતે નોંધનીય કામગીરી કરાયા બાદ પીઆઇ અલ્પેશ પટેલની જિલ્લાફેર બદલી થતા અને 10 કર્મચારીઓની બદલી થતા હવે નવી ટીમ અમલમા આવી છે.
બનાવટી પત્રકાંડમા મહિલા આરોપીના સરઘસના મુદે છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી ધ્યાન ખેંચનારૂૂ કામ કરનારા એલસીબીના પીઆઇ અલ્પેશ પટેલને ભુજ ખાતે મુકી દેવાયા છે. પીઆઇ અલ્પેશ પટેલ પ્રથમ વખત જ વિવાદમા આવ્યા અને જિલ્લા બહાર બદલી થઇ હતી.
તેમની ટીમે છેલ્લા બે વર્ષ દરમિયાન અહી 200થી વધુ ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલ્યો હતો.
ગુનાખોરી આચરતી 12 આંતરરાજય ગેંગ પણ પકડી હતી. વાહન ચોરીના ડિટેકશનમા અમરેલી એલસીબી આખા સૌરાષ્ટ્રમા પ્રથમ સ્થાને રહી છે. કોરોના કાળ બાદ નાસતા ફરતા 150 આરોપીઓને પકડવા ઉપરાંત ધીરેન કારીયા જેવા ગુનેગારને પકડવાની કામગીરી પણ તેમની ટીમે કરી હોય અમરેલી ખાતે યોજાયેલા કાર્યક્રમમા આ મુદે પીઆઇ અલ્પેશ પટેલનુ બહુમાન કરાયું હતુ.