રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાપર નજીક 1.20 લાખના પોષડોડાના જથ્થા સાથે અલ્ટો કારનો ચાલક ઝડપાયો

11:44 AM Aug 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાપર તાલુકાના મોટા ટીંડલવા ગામની મોરવારા સીમમાં એક કારમાં આવેલ શખ્સ પોષડેડાની ડિલિવરી આપે તે પહેલાં પોલીસ આવી પહોંચી હતી અને આ શખ્સને રૂૂા. 1,20,465ના 40 કિલો 155 ગ્રામ ડોડા સાથે પકડી પાડયો હતો. તેને માલ ભરી આપનારા તેના શેઠનું નામ બહાર આવ્યું હતું. રાપર પોલીસ મથકથી 15 કિ.મી. દૂર મોટા ટીંડલવા ગામની મોરવારા સીમમાં કાચા રસ્તા નજીક એક શખ્સ કારમાં પોષડેડોનો જથ્થો ભરી વેચાણ માટે ગયો હોવાની સચોટ પૂર્વ બાતમીના આધારે પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી આ જગ્યા ઉપર છાપો માર્યો હતો. અહીં ઊભેલી અલ્ટો કારમાં સવાર ખાંડેકનો મનજી રવજી ગોહિલ (કોળી) નામનો શખ્સ પોલીસના વાહન જોઇ પોતાની ગાડી હંકારી દીધી હતી. પોલીસે તેનો પીછો કરતાં આ શખ્સે પોતાનું વાહન ઊભું રાખી દેતાં તેને પકડી પાડવામાં આવ્યો હતો.

આલ્ટો કારમાં તપાસ કરાતાં તેમાંથી આગળ અને પાછળથી પ્લાસ્ટિકના બે કોથળા મળી આવ્યા હતા. જે ખોલી તપાસ કરાતાં તેમાં પીળા રંગનો વનસ્પતિ ઠાલિયા, બી ભરાયેલા સૂકા પાંદડા નજરે પડયા હતા. તીવ્ર ગંધ આવનાર આ પદાર્થ પોષડેડા હોવાનું મનજીએ કહ્યું હતું. પોલીસે એફ.એસ.એલ. અધિકારીને બોલાવી પરીક્ષણ કરાવતાં આ વસ્તુ પોષડેડા જ હોવાનું બહાર આવ્યું હતું. બે કોથળામાં રહેલા આ કેફી પદાર્થનું વજન કરાતાં તે 40.155 કિલો હોવાનું બહાર આવ્યું હતું. એક કિલોના રૂૂા. 3000 લેખીને પોલીસે રૂૂા. 1,20,465નું આ કેફી દ્રવ્ય જપ્ત કર્યું હતું. પકડાયેલા શખ્સની પૂછપરછ કરાતાં પોતાના શેઠ શેરસિંહ મહિદાનસિંહ પઢિયારએ અલ્ટોમાં આ જથ્થો ભરી આપ્યો હતો. જે કામ માટે તેને રૂૂા. 2000 મળવાના હતા. આ માલ ભરી મોટા ટીંડલવામાં શેરસિંહ કહે તેને આપવાનો હતો, પરંતુ માલની હેરેફેરી થાય તે પહેલાં પોલીસે તેને પકડી પાડયો હતો. રાપર પોલીસે કરેલી આ કાર્યવાહીની આગળની તપાસ આડેસર પી.એસ.આઇ.ને સોંપવામાં આવી હતી.

Tags :
crimegujarat newsRaparrapar news
Advertisement
Next Article
Advertisement