ગોંડલમાં અલ્પેશ કથીરિયા જૂથ દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન, બે સામે ગુનો નોંધાયો
થાર કાર ઉપર રાષ્ટ્ર ધ્વજ લગાડનાર અને તોડી નાખનાર સામે પોલીસ ફરિયાદ
ગોંડલમા રવિવારે થયેલા વિરોધ પ્રદર્શનમા અલ્પેશ કથિરીયા જુુથ અને ગણેશ જુુથનાં સમર્થકો વચ્ચે ઉગ્ર વિરોધ પ્રદર્શન થયુ હતુ જેમા અલ્પેશ કથિરીયા જુથનાં સમર્થકે પોતાની થાર કાર પર લગાડેલ રાષ્ટ્રધ્વજ અને આ રાષ્ટ્રધ્વજને તોડી નાખવા બદલ બે સામે ગુનો નોંધાયો છે . રાષ્ટ્ર ધ્વજનાં અપમાન બદલ પોલીસે બંને વિરૂધ્ધ કાર્યવાહી કરી છે.
ગોંડલ માં રવિવારે અલ્પેશ કથીરિયાનાં આગમન વેળા આશાપુરા ચોકડીએ ગણેશ જાડેજાનાં સમર્થકો એ કાળા વાવટા બતાવી કરેલા વિરોધ પ્રદર્શન વેળા હલ્બાબોલ સરજાયુ હતુ.સમર્થકો એ અલ્પેશ કથીરિયાનાં કાફલાને રોકવા પ્રયત્ન કરી નારાબાજી કરી ઉગ્ર દેખાવો કર્યા હતા.આ સમયે અલ્પેશ કથીરિયાનાં કાફલા સાથે જોડાયેલ જીજે 5આરયુ 1200 નંબર ની મહિન્દ્રા થાર પર લગાવેલો રાષ્ટ્ર ધ્વજ કોઇ એ ઉખેડી રસ્તા પર ફેંકી દીધો હતો.રાષ્ટ્ર ધ્વજ નાં અપમાન બદલ બીથડીવીઝન નાં હેડ.કોન્સ મદનસિંહ ચૌહાણે તપાસ હાથ ધરી રાષ્ટ્ર ધ્વજ ઉખેડી રસ્તા પર ફેંકનાર હિતેશભાઈ રમેશભાઈ રાઠોડ તથા થાર ચાલક સામે પ્રિવેન્સન નેશનલ ઇન્સલ્ટ ઓનર એકટ કલમ-2 મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરીછે.