બગસરાની સિવિલ હોસ્પિ.માં તમામ ફેસિલિટી પણ ડોક્ટરના અભાવે બંધ હાલતમાં
બગસરામાં 4.50 કરોડના ખર્ચે હાલમાં જ અધ્યતન સિવિલ હોસ્પિટલ તમામ સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવેલી છે. આ સિવિલ હોસ્પિટલ આરોગ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ હતું. સાડા ચાર કરોડના ખર્ચે બનેલ સિવિલ હોસ્પિટલમાં સરકારએ એક્સરે મશીન મુકવામાં આવ્યું છે પરંતુ હાલ ઘણો સમય વીતી ગયો પણ હજુ સુધી ચાલુ કરવામાં આવેલ નથી તેમજ ડાયાલીસીસ વિભાગ પણ હજુ સુધી ચાલુ કરવામાં આવેલ નથી અને સર્જરી વિભાગ તો જાણે 2009 પહેલાથી જ બંધ કરી દેવામાં આવ્યો હોય તેમ 2009 થી આં હોસ્પિટલમાં સર્જન ડોક્ટરની જગ્યા ખાલી છે જેના લીધે લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાની ફરજ પડે છે. આવી ઘણી સુવિધાઓ આપવામાં આવી છે પરંતુ હજુ સુધી ફક્ત કાગળ ઉપર હોય તેમ લાગી રહ્યું છે. ખાલી પડેલી જગ્યામાં ડોક્ટરોના આભાવે આ તમામ ફેસેલિટી ફક્ત કાગળ ઉપર જ હોય તેવું લાગી રહ્યું છે.
હાલમાં ડોક્ટરના સ્ટાફના અભાવને કારણે આ સિવિલ હોસ્પિટલમાં સર્જન ડોક્ટર 2009 પહેલાથી જગ્યા ખાલી હોવાથી સરકાર દ્વારા આ સર્જનનિ ભરતી તત્કાલ ભરવામાં આવે જેથી દર્દીઓને સર્જરી તેમજ ડાયાલીસીસ અને ઓર્થોપેડિક માટે બહાર જવું ના પડે તેના માટે સરકાર દ્વારા તત્કાલ ડોક્ટરનો સ્ટાફનિ ભરતી કરી તમામ ફેસેલિટી ચાલુ કરવામાં આવે તેમજ ડોક્ટર પણ નિમવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.