અવાર નવાર મારામારી કરવાની ટેવ ધરાવતો અકરમ દાઉદાણી ઝડપાયો
ફરિયાદ પાછી ખેંચી લેવા અકરમે ફિલરમેનને ધમકી આપી મારામારી કરી હતી
રાજકોટ શહેરમા છેલ્લા ઘણા સમયથી મારામારી કરવાની ટેવ ધરાવતા નામચીન ગણાતા નવી ઘાંચીવાડનાં અકરમ દાઉદાણી નામનાં શખસને પોલીસે પકડી લીધો હતો. તેમજ આરોપીને હાલ યુનિવર્સીટી પોલીસને સોપવામા આવ્યો હતો.
મળતી વિગતો મુજબ રાજકોટ શહેરનાં 1પ0 ફુટ રીંગ રોડ રામાપીર ચોકડી પાસે આવેલા ઓમ પેટ્રોલ પંપે ફીલરમેન તરીકે નોકરી કરતા જયદીપ પરમારને અકરમ રફીકભાઇ દાઉદાણીએ ગાળો આપી અન્ય ફીલરમેન મનોજભાઇ તન્ના પાસે જઇ તેમને પણ ગાળો આપતા અને અગાઉ કરેલી ફરીયાદ પાછી ખેચી લેવાનુ કહી ધમકી આપતા યુનિવર્સીટી પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવી હતી . આ ઘટનામા નામચીન અકરમ દાઉદાણી ફરાર હતો . ત્યારે ડીસીપી ઝોન ર જગદીશ બાંગરવાનાં માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન ર નાં પીએસઆઇ આર. એચ. ઝાલા, અનીલભાઇ જીલરીયા, અમીનભાઇ ભલુર , ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકિત નીમાવત અને પ્રશાંતભાઇ ગજેરા સહીતનાં સ્ટાફે આરોપી અકરમ દાઉદાણીને ઝડપી લઇ આરોપી અકરમ દાઉદાણીને યુનિવર્સીટી પોલીસ મથકમા સોપ્યો હતો . પોલીસે આરોપીને કાયદાનુ ભાન કરાવ્યુ હતુ.